બ્રેકઅપ બાદ પણ કિયારા નથી દુખી કારણ કે તેની સાથે છે આ ક્યુટી

મુંબઈ, તા. 11 મે 2022, બુધવારકિયારા અડવાણીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' ટૂંક સમયમાં આવી રહી છે. કિયારા પોતાની ફિલ્મ સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના બ્રેકઅપના અહેવાલો સામે આવ્યા છે. જોકે આ અંગે સિદ્ધાર્થ કે કિયારાએ હજુ સુધી કંઈ કહ્યું નથી. તેમના બ્રેકઅપના સમાચાર વચ્ચે હવે કિયારાએ એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે બેસ્ટ ડેટ પર ગઈ છે. તેની આ તસવીર પર અનેક સેલિબ્રિટી અને ફેન્સ કોમેન્ટ કરી છે.ફ્લાઈટમાં બ્રેકફાસ્ટ ડેટકિયારા અડવાણી કોઈ વ્યક્તિ સાથે ડેટ પર નથી ગઈ પરંતુ તેણે રામ ચરણના ડોગી સાથેની તસવીર પોસ્ટ કરીછે. તસવીરમાં કિયારા ફ્લાઈટમાં છે અને તેના ટેબલ પર બ્રેકફાસ્ટ રાખ્યો છે. તેની બાજુની ખુરશી પર રામ ચરણનો સુંદર ડોગી બેઠો છે. તસવીરની સાથે કિયારાએ લખ્યું હતું કે, 'પુસ્તકો માટે એક' અત્યાર સુધીની બેસ્ટ બ્રેકફાસ્ટ ડેટ, તેણે આગળ એક ડોગીનું ઈમોજી બનાવ્યું હતું. રામ ચરણની પત્ની ઉપાસનાએ લખ્યું હતું કે, 'આ ઈમોજી ખૂબ જ સુંદર છે.' એક યુઝરે કિયારાના વખાણ કરતા કહ્યું હતું કે, 'તમે દુનિયામાં સૌથી સુંદર છો. કિયારા અને રામ ચરણ હાલમાં ફિલ્મ 'RC 15'નું શૂટિંગ કરી રહ્યાં છે. ગયા મહિને તેઓ અમૃતસર જવા રવાના થયા હતા. આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા છે. ફિલ્મના દિગ્દર્શક શંકર છે. તેને દિલ રાજુ અને શિરીષ ગારૂ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.

બ્રેકઅપ બાદ પણ કિયારા નથી દુખી કારણ કે તેની સાથે છે આ ક્યુટી


મુંબઈ, તા. 11 મે 2022, બુધવાર

કિયારા અડવાણીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' ટૂંક સમયમાં આવી રહી છે. કિયારા પોતાની ફિલ્મ સાથે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના બ્રેકઅપના અહેવાલો સામે આવ્યા છે. જોકે આ અંગે સિદ્ધાર્થ કે કિયારાએ હજુ સુધી કંઈ કહ્યું નથી. તેમના બ્રેકઅપના સમાચાર વચ્ચે હવે કિયારાએ એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે, તે બેસ્ટ ડેટ પર ગઈ છે. તેની આ તસવીર પર અનેક સેલિબ્રિટી અને ફેન્સ કોમેન્ટ કરી છે.

ફ્લાઈટમાં બ્રેકફાસ્ટ ડેટ

કિયારા અડવાણી કોઈ વ્યક્તિ સાથે ડેટ પર નથી ગઈ પરંતુ તેણે રામ ચરણના ડોગી સાથેની તસવીર પોસ્ટ કરીછે. તસવીરમાં કિયારા ફ્લાઈટમાં છે અને તેના ટેબલ પર બ્રેકફાસ્ટ રાખ્યો છે. તેની બાજુની ખુરશી પર રામ ચરણનો સુંદર ડોગી બેઠો છે. તસવીરની સાથે કિયારાએ લખ્યું હતું કે, 'પુસ્તકો માટે એક' અત્યાર સુધીની બેસ્ટ બ્રેકફાસ્ટ ડેટ, તેણે આગળ એક ડોગીનું ઈમોજી બનાવ્યું હતું.

રામ ચરણની પત્ની ઉપાસનાએ લખ્યું હતું કે, 'આ ઈમોજી ખૂબ જ સુંદર છે.' એક યુઝરે કિયારાના વખાણ કરતા કહ્યું હતું કે, 'તમે દુનિયામાં સૌથી સુંદર છો. 

કિયારા અને રામ ચરણ હાલમાં ફિલ્મ 'RC 15'નું શૂટિંગ કરી રહ્યાં છે. ગયા મહિને તેઓ અમૃતસર જવા રવાના થયા હતા. આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા છે. ફિલ્મના દિગ્દર્શક શંકર છે. તેને દિલ રાજુ અને શિરીષ ગારૂ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.