બોલીવૂડ મને એફોર્ડ કરી શકે તેમ નથી તેવું કહેનારા મહેશ બાબૂએ 24 કલાકમાં જ પલટી મારી

નવી દિલ્હી, તા. 11 પોતાની આગામી ફિલ્મ મેજરના ટ્રેલર લોન્ચ દરમિયાન તેલુગુ સુપરસ્ટાર મહેશબાબૂએ એવુ નિવેદન આપ્યુ હતુ કે, બોલીવૂડ મને એફોર્ડ કરી શકે તેમ નથી.તેમના નિવેદનથી સનસનાટી મચી ગયેલી છે. બોલીવૂડના ઘણા ચાહકો તેનાથી નારાજ પણ છે અને સોશિયલ મીડિયા પર આ બાબતની ભારે ચર્ચા ચાલી રહી છે.જોકે મહેશ બાબૂએ 24 જ કલાકમાં પલટી મારી દીધી છે. અભિનેતાની નિકટના એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, મહેશ ફિલ્મોને પ્રેમ કરે છે અને તમામ ભાષાઓનુ સન્માન કરે છે. બોલીવૂડ પર તેમણે જે ટિપ્પણી કરી હતી તે મજાક હતી. હા તેઓ તેલુગુ સિનેમાની પ્રગતિ જોઈને ખુશ છે. કારણકે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આગળ વધે તેવુ તેમનુ સપનુ હતુ.આ પહેલા મહેશ બાબૂએ મેજર..ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યુ હતુ કે, હિન્દી ફિલ્મોની ઘણી ઓફર મને મળી હતી પણ મને નથી લાગતુ કે તેઓ મને એફોર્ડ કરી શકે છે. મને સાઉથમાં જે સ્ટારડમ અને સન્માન મળે છે એ ઘણુ વધારે છે. એટલે મેં ક્યારેય તેલુગુ ઈન્ડસ્ટ્રી છોડવા માટે વિચાર્યુ નથી.

બોલીવૂડ મને એફોર્ડ કરી શકે તેમ નથી તેવું કહેનારા મહેશ બાબૂએ 24 કલાકમાં જ પલટી મારી


નવી દિલ્હી, તા. 11 

પોતાની આગામી ફિલ્મ મેજરના ટ્રેલર લોન્ચ દરમિયાન તેલુગુ સુપરસ્ટાર મહેશબાબૂએ એવુ નિવેદન આપ્યુ હતુ કે, બોલીવૂડ મને એફોર્ડ કરી શકે તેમ નથી.

તેમના નિવેદનથી સનસનાટી મચી ગયેલી છે. બોલીવૂડના ઘણા ચાહકો તેનાથી નારાજ પણ છે અને સોશિયલ મીડિયા પર આ બાબતની ભારે ચર્ચા ચાલી રહી છે.

જોકે મહેશ બાબૂએ 24 જ કલાકમાં પલટી મારી દીધી છે. અભિનેતાની નિકટના એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, મહેશ ફિલ્મોને પ્રેમ કરે છે અને તમામ ભાષાઓનુ સન્માન કરે છે. બોલીવૂડ પર તેમણે જે ટિપ્પણી કરી હતી તે મજાક હતી. હા તેઓ તેલુગુ સિનેમાની પ્રગતિ જોઈને ખુશ છે. કારણકે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આગળ વધે તેવુ તેમનુ સપનુ હતુ.

આ પહેલા મહેશ બાબૂએ મેજર..ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન કહ્યુ હતુ કે, હિન્દી ફિલ્મોની ઘણી ઓફર મને મળી હતી પણ મને નથી લાગતુ કે તેઓ મને એફોર્ડ કરી શકે છે. મને સાઉથમાં જે સ્ટારડમ અને સન્માન મળે છે એ ઘણુ વધારે છે. એટલે મેં ક્યારેય તેલુગુ ઈન્ડસ્ટ્રી છોડવા માટે વિચાર્યુ નથી.