બેશરમ પાકિસ્તાન જ આતંકીઓનુ આશ્રયસ્થાન છે તે આખી દુનિયા જાણે છે, ભારતનો UNમાં જડબાતોડ જવાબ

નવી દિલ્હી,તા.25 સપ્ટેમ્બર 2021,શનિવારસંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાક પીએમ ઈમરાનખાને વગાડેલી કાશ્મીરની રેકોર્ડનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો.મહાસભામાં ભારતની સચિવ સ્નેહા દુબેએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન ભારતના આંતરિક મામલાને દુનિયાના મંચ પર લાવીને જુઠ્ઠુાણા ફેલાવી રહ્યા છે. અમે રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને આ બાબતનો જવાબ આપી રહ્યા છે.સ્નેહા દુબેએ કહ્યુ હતુ કે, ઈમરાનખાનનુ ભાષણ ઉપેક્ષાને જ લાયક છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મંચનો દુરપયોગ કર્યો છે. જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતનુ અવિભાજ્ય અંગ હતુ, છે અને અને રહેશે. પાકિસ્તાને અમારા રાજ્યના કેટલાક વિસ્તારો પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. પાકિસ્તાન આ વિસ્તારો ખાલી કરે તેવી ભારત માંગે કરે છે.તેમણે કહ્યુ હતુ કે, અફસોસની વાત એ છે કે, સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ ભારત માટે જુઠ્ઠાણા ફેલાવવા માટે પાકિસ્તાને કર્યો છે અને આ પણ પહેલી વખત નથી. પાકિસ્તાન આતંકીઓને આશ્રય આપવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરે છે. દુનિયા જાણે છે કે, ઓસામાને પાકિસ્તાનમાં શરણ અપાયુ હતુ અને અમેરિકાએ તેને ઢાળી દીધો હતો. આ સિવાય પણ પાકિસ્તાન સામે ઘણા પૂરાવા સામે આવ્યા છે પણ પાકિસ્તાન બેશરમ બનીને પોતાની ભૂલ માનવા તૈયાર નથી. આખી દુનિયા જાણે છે કે, આતંકવાદ માટે સુરક્ષિત સ્થળ જો કોઈ હોય તો તે પાકિસ્તાન છે. જ્યાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે.

બેશરમ પાકિસ્તાન જ આતંકીઓનુ આશ્રયસ્થાન છે તે આખી દુનિયા જાણે છે, ભારતનો UNમાં જડબાતોડ જવાબ

નવી દિલ્હી,તા.25 સપ્ટેમ્બર 2021,શનિવાર

સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પાક પીએમ ઈમરાનખાને વગાડેલી કાશ્મીરની રેકોર્ડનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો.

મહાસભામાં ભારતની સચિવ સ્નેહા દુબેએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન ભારતના આંતરિક મામલાને દુનિયાના મંચ પર લાવીને જુઠ્ઠુાણા ફેલાવી રહ્યા છે. અમે રાઈટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને આ બાબતનો જવાબ આપી રહ્યા છે.

સ્નેહા દુબેએ કહ્યુ હતુ કે, ઈમરાનખાનનુ ભાષણ ઉપેક્ષાને જ લાયક છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના મંચનો દુરપયોગ કર્યો છે. જમ્મુ કાશ્મીર રાજ્ય ભારતનુ અવિભાજ્ય અંગ હતુ, છે અને અને રહેશે. પાકિસ્તાને અમારા રાજ્યના કેટલાક વિસ્તારો પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. પાકિસ્તાન આ વિસ્તારો ખાલી કરે તેવી ભારત માંગે કરે છે.

તેમણે કહ્યુ હતુ કે, અફસોસની વાત એ છે કે, સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ ભારત માટે જુઠ્ઠાણા ફેલાવવા માટે પાકિસ્તાને કર્યો છે અને આ પણ પહેલી વખત નથી. પાકિસ્તાન આતંકીઓને આશ્રય આપવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરે છે. દુનિયા જાણે છે કે, ઓસામાને પાકિસ્તાનમાં શરણ અપાયુ હતુ અને અમેરિકાએ તેને ઢાળી દીધો હતો. આ સિવાય પણ પાકિસ્તાન સામે ઘણા પૂરાવા સામે આવ્યા છે પણ પાકિસ્તાન બેશરમ બનીને પોતાની ભૂલ માનવા તૈયાર નથી. આખી દુનિયા જાણે છે કે, આતંકવાદ માટે સુરક્ષિત સ્થળ જો કોઈ હોય તો તે પાકિસ્તાન છે. જ્યાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે.