મધુર ભંડારકર,અભિનેત્રી મિથીલા પારકર,પ્રિયદર્શન અરિજિત સિંહ તથા 'કટપ્પા' કોરોનાના સપાટામાં

- આ ઉપરાંત ટેલિવિઝન શો પંડયા સ્ટોરચાર કલાકારો કોવિડ પોઝિટિવમુંબઇ : કોરોના દિવસે દિવસે ઝડપથી ફેલાતો જાય છે. બોલીવૂડમાં હવે મધુર ભંડારકર, સિંગર અરિજિંત સિંહ અને તેમની પત્ની, તેમજ પ્રિયદર્શન કોરોનાના સપાટામાં આવ્યા છે. જ્યારે ટેલિવિઝન શો પંડયા સ્ટોરના ચાર કલાકારો કોવિડ પોઝિટિવ થયા છે. મધુર ભંડારકરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે, મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં બન્ને વેક્સિન લીધા છે. જોકે મારામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળે છે. હું હોમ ક્વોરન્ટાઇનમાં છું. જે લોકો પણ મારા સંપર્કમાં તાજેતરમાં આવ્યા હોય તે પોતાની ટેસ્ટ કરાવી લે. તમને દરેકને મારી વિનંતી છે કે, કોવિડ-૧૯ના પોર્ટોકોલનું પાલન કરીને સુરક્ષિત રહેશો. સિંગર અરિજિત સિંહે શેરકર્યું હતુ કે, મારો અને મારી પત્નીનો કોવિડ ટેલ્ટ પોઝિટિવ આવ્યો છે. અમારી તબિયત સારી છે અને અમે હોમ ક્વોરન્ટાઇન છીએ.પ્રિયદર્શનની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછછી તેમને ચેન્નઇની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેત્રી મિથિલા પારકર કોવિડ-૧૯ પોઝિટિવ આવી છે. તેણે સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. તેણે જણાવ્યુ હતુ કે, જન્મદિવસના પહેલા જ તે કોરોનાના સપાટામાં આવી ગઇ છે. હાલ તે આઇસોલેશનમાં છે અને પોતાનું ધ્યાન રાખી રહી છે. હું જેમને છેલ્લા દસ દિવસોમાં મળી હોઉં તેમને પણ પોતાની ટેસ્ટ કરાવાની સલાહ આપું છું.સફળ ફિલ્મ 'બાહુબલી'માં કટપ્પાનો રોલ ભજવનાર સત્યરાજ કોરોનાના સપાટામાં આવ્યો છે. તે હોમ આઈસોલેશનમાં હતો. પરંતુ કોરોનાના ગંભીર લક્ષણોને કારણે તેની તબિયત વધુ બગડી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.ટેલિવિઝન શો પંડયા સ્ટોરના ચાર કલાકારો કોરોનાના સપાટામાં આવ્યા છે.જેમાં અભિનેત્રી એલિસ કૌશિક, સિમરન બુદ્ધારુપ, અભિનેતા અક્ષય ખરોડિયા અને મોહિત પરમારનો સમાવેશ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ એકટર્સોની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હતી. સદભાગ્યે સેટ પરના અન્ય કલાકારોના રિપોર્ટ નેગેટેવિ આવ્યા છે. તેમનામાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સંપૂર્ણ સેટને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. શોની વાર્તામાં થોડો ફેરફાર કરવા પડે તેવી શક્યતા છે. 

મધુર ભંડારકર,અભિનેત્રી મિથીલા પારકર,પ્રિયદર્શન  અરિજિત સિંહ તથા 'કટપ્પા' કોરોનાના સપાટામાં


- આ ઉપરાંત ટેલિવિઝન શો પંડયા સ્ટોરચાર કલાકારો કોવિડ પોઝિટિવ

મુંબઇ : કોરોના દિવસે દિવસે ઝડપથી ફેલાતો જાય છે. બોલીવૂડમાં હવે મધુર ભંડારકર, સિંગર અરિજિંત સિંહ અને તેમની પત્ની, તેમજ પ્રિયદર્શન કોરોનાના સપાટામાં આવ્યા છે. જ્યારે ટેલિવિઝન શો પંડયા સ્ટોરના ચાર કલાકારો કોવિડ પોઝિટિવ થયા છે. 

મધુર ભંડારકરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે, મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં બન્ને વેક્સિન લીધા છે. જોકે મારામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળે છે. હું હોમ ક્વોરન્ટાઇનમાં છું. જે લોકો પણ મારા સંપર્કમાં તાજેતરમાં આવ્યા હોય તે પોતાની ટેસ્ટ કરાવી લે. તમને દરેકને મારી વિનંતી છે કે, કોવિડ-૧૯ના પોર્ટોકોલનું પાલન કરીને સુરક્ષિત રહેશો. 

સિંગર અરિજિત સિંહે શેરકર્યું હતુ કે, મારો અને મારી પત્નીનો કોવિડ ટેલ્ટ પોઝિટિવ આવ્યો છે. અમારી તબિયત સારી છે અને અમે હોમ ક્વોરન્ટાઇન છીએ.

પ્રિયદર્શનની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછછી તેમને ચેન્નઇની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

અભિનેત્રી મિથિલા પારકર કોવિડ-૧૯ પોઝિટિવ આવી છે. તેણે સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે. તેણે જણાવ્યુ હતુ કે, જન્મદિવસના પહેલા જ તે કોરોનાના સપાટામાં આવી ગઇ છે. હાલ તે આઇસોલેશનમાં છે અને પોતાનું ધ્યાન રાખી રહી છે. હું જેમને છેલ્લા દસ દિવસોમાં મળી હોઉં તેમને પણ પોતાની ટેસ્ટ કરાવાની સલાહ આપું છું.

સફળ ફિલ્મ 'બાહુબલી'માં કટપ્પાનો રોલ ભજવનાર સત્યરાજ કોરોનાના સપાટામાં આવ્યો છે. તે હોમ આઈસોલેશનમાં હતો. પરંતુ કોરોનાના ગંભીર લક્ષણોને કારણે તેની તબિયત વધુ બગડી જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ટેલિવિઝન શો પંડયા સ્ટોરના ચાર કલાકારો કોરોનાના સપાટામાં આવ્યા છે.જેમાં અભિનેત્રી એલિસ કૌશિક, સિમરન બુદ્ધારુપ, અભિનેતા અક્ષય ખરોડિયા અને મોહિત પરમારનો સમાવેશ છે. સૂત્રના જણાવ્યા અનુસાર, આ એકટર્સોની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હતી. સદભાગ્યે સેટ પરના અન્ય કલાકારોના રિપોર્ટ નેગેટેવિ આવ્યા છે. તેમનામાં હળવા લક્ષણો જોવા મળ્યા છે અને તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સંપૂર્ણ સેટને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. શોની વાર્તામાં થોડો ફેરફાર કરવા પડે તેવી શક્યતા છે.