મનરેગા કૌભાંડ કેસમાં IAS પૂજા સિંઘલની ધરપકડ: કાલે 9 બાદ આજે 7 કલાક થઈ પૂછપરછ

નવી દિલ્હી, તા. 11 એપ્રિલ, બુધવાર    મનરેગા કૌભાંડ, પોતાની આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ઝારખંડના ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો કે, અગાઉ EDએ પૂજા સિંઘલને કોઈપણ સંજોગોમાં રાંચી ન છોડવાનો નિર્દેશ આપ્યો હતો.ED એ કરી 9 કલાક પૂછપરછEDની ટીમે મંગળવારે પૂજા સિંઘલની 9 કલાકની લાંબી પૂછપરછ કરી હતી અને આજે બુધવારે 7 કલાક સુધી  લાંબી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. મંગળવારે 9 કલાકની પૂછપરછ બાદ EDના અધિકારીઓએ તેને પરવાનગી વિના રાંચી ન છોડવા પણ નિર્દેશ આપ્યો હતો.  બીજી તરફ EDની ટીમે ફરી એકવાર પૂજા સિંઘલ અને તેના પતિ અભિષેક ઝાને પૂછપરછ માટે રાંચીની ED ઓફિસમાં બોલાવ્યા હતા. આ પૂછપરછ બાદ પૂજા સિંઘલની ધરપકડ કરવામાં આવી છે.શું છે આ સંમગ્ર ઘટના?આ દરોડા વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન ખુંતિ  જિલ્લામાં મનરેગાના ફંડમાંથી ૧૮ કરોડ રૃપિયાની ઉચાપત સાથે સંકળાયેલ મની લોન્ડરિંગની તપાસ હેઠળ પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન કુલ ૨૫ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે. રાંચી સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી ૧૭ કરોડ રૃપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ રોકડ રકમ ગણવા માટે ઇડીના અધિકારીઓને ચલણી નોટો ગણવાના મશીન મંગાવવામાીં પડયા હતાં. રોકડ ચલણી નોટોનું પ્રમાણ એટલું વધારે હતું કે નોટો ગણવાના મશીન પણ ગરમ થઇ ગયા હતાં. રાંચીના અન્ય સ્થળોએથી પણ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ અને અન્ય કેટલાક રાજ્યોમાં કુલ ૧૮ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ પણ વાંચો: દિલ્હીની વાત : પૂજા સિંઘલ પાસે 300 કરોડની સંપત્તિઆઇએએસ અધિકારી અને ઝારખંડ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માઇન્સ અને જીઓલોજી વિભાગના સેક્રેટરીના ઝારખંડના પાટનગરમાં આવેલા પરિસરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. સિંઘલ વર્ષ ૨૦૦૦ની બેન્ચના આઇએએસ અધિકારી છે અને અગાઉ તેમની ખુંતિ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાંચીમાં આ સંદર્ભમાં એક હોસ્પિટલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન ઇડીના અધિકારીઓ સાથે સીઆરપીએફની ટીમ પણ હતી.

મનરેગા કૌભાંડ કેસમાં IAS પૂજા સિંઘલની ધરપકડ: કાલે 9 બાદ આજે 7 કલાક થઈ પૂછપરછ


નવી દિલ્હી, તા. 11 એપ્રિલ, બુધવાર    

મનરેગા કૌભાંડ, પોતાની આવક કરતા વધુ સંપત્તિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ઝારખંડના ખાણ અને ઉદ્યોગ સચિવ પૂજા સિંઘલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જો કે, અગાઉ EDએ પૂજા સિંઘલને કોઈપણ સંજોગોમાં રાંચી ન છોડવાનો નિર્દેશ આપ્યો હતો.

ED એ કરી 9 કલાક પૂછપરછ


EDની ટીમે મંગળવારે પૂજા સિંઘલની 9 કલાકની લાંબી પૂછપરછ કરી હતી અને આજે બુધવારે 7 કલાક સુધી  લાંબી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. મંગળવારે 9 કલાકની પૂછપરછ બાદ EDના અધિકારીઓએ તેને પરવાનગી વિના રાંચી ન છોડવા પણ નિર્દેશ આપ્યો હતો. 

બીજી તરફ EDની ટીમે ફરી એકવાર પૂજા સિંઘલ અને તેના પતિ અભિષેક ઝાને પૂછપરછ માટે રાંચીની ED ઓફિસમાં બોલાવ્યા હતા. આ પૂછપરછ બાદ પૂજા સિંઘલની ધરપકડ કરવામાં આવી છે.

શું છે આ સંમગ્ર ઘટના?

આ દરોડા વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન ખુંતિ  જિલ્લામાં મનરેગાના ફંડમાંથી ૧૮ કરોડ રૃપિયાની ઉચાપત સાથે સંકળાયેલ મની લોન્ડરિંગની તપાસ હેઠળ પાડવામાં આવ્યા છે. 

આ દરોડા દરમિયાન કુલ ૨૫ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે. રાંચી સ્થિત ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાંથી ૧૭ કરોડ રૃપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ રોકડ રકમ ગણવા માટે ઇડીના અધિકારીઓને ચલણી નોટો ગણવાના મશીન મંગાવવામાીં પડયા હતાં. રોકડ ચલણી નોટોનું પ્રમાણ એટલું વધારે હતું કે નોટો ગણવાના મશીન પણ ગરમ થઇ ગયા હતાં. 

રાંચીના અન્ય સ્થળોએથી પણ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ અને અન્ય કેટલાક રાજ્યોમાં કુલ ૧૮ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: દિલ્હીની વાત : પૂજા સિંઘલ પાસે 300 કરોડની સંપત્તિ

આઇએએસ અધિકારી અને ઝારખંડ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માઇન્સ અને જીઓલોજી વિભાગના સેક્રેટરીના ઝારખંડના પાટનગરમાં આવેલા પરિસરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. 

સિંઘલ વર્ષ ૨૦૦૦ની બેન્ચના આઇએએસ અધિકારી છે અને અગાઉ તેમની ખુંતિ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાંચીમાં આ સંદર્ભમાં એક હોસ્પિટલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન ઇડીના અધિકારીઓ સાથે સીઆરપીએફની ટીમ પણ હતી.