મનીષા કોઇરાલા 25 વરસપછી સંજયભણશાલી સાથે કામ કરશે

મુંબઇમનીષા કોઇરાલા લાંબા સમયથી રૂપેરી પડદેજોવા મળી નથી. પરંતુ હવે તેનું નામ એક વેબ સીરીઝ સાથે સંકળાઇ રહ્યું છે. સંજય લીલા ભણશાલીની હીરા મંડી વેબ સીરીઝ માટે મનિષા કોઇરાલાનો સંપર્ક કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ એક બિગબજેટ વેબ સીરીઝ બનવાની છે. સંજય ભણશાલી આ સીરીઝ માટે સતત કાસ્ટિંગ કરી રહ્યા છે. મનિષાએ આ વેબસીરીઝમાં કામ કરવાની હા પાડી છે. તે ભણશાલી સાથે ૨૫ વરસ પછી કામ કરવાની છે. આ પહેલા તેણે સંજય લીલા ભણશાલી સાથે ફિલ્મ ખામોશીમાં કા મકર્યું હતું. આ સીરીઝની વાર્તા આઝાદી પહેલાના ભારતમાં લાહોરના એક જિલ્લા હીરામંડી પર આધારિત છે. આ વેબ સીરીઝમાં ટોચની ઘણી અભિનેત્રીઓ ભણશાલીએ લીધી છે. પીઢ અભિનેત્રી મુમતાઝનો પણ આ વેબ સીરીઝ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે મુમતાઝે આ વેબ સીરીઝનો હિસ્સો બનવાનો ઇન્કાર કર્યો હતો. ભણશાલી આ સીરીઝને એક નવી ઢબે જ બનાવી રહ્યા છે. આ વેબ સીરીઝ ઘણા હિસ્સામાં બનવાની છે. 

મનીષા કોઇરાલા 25 વરસપછી સંજયભણશાલી સાથે કામ કરશે


મુંબઇ

મનીષા કોઇરાલા લાંબા સમયથી રૂપેરી પડદેજોવા મળી નથી. પરંતુ હવે તેનું નામ એક વેબ સીરીઝ સાથે સંકળાઇ રહ્યું છે. 

સંજય લીલા ભણશાલીની હીરા મંડી વેબ સીરીઝ માટે મનિષા કોઇરાલાનો સંપર્ક કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ એક બિગબજેટ વેબ સીરીઝ બનવાની છે. સંજય ભણશાલી આ સીરીઝ માટે સતત કાસ્ટિંગ કરી રહ્યા છે. મનિષાએ આ વેબસીરીઝમાં કામ કરવાની હા પાડી છે. તે ભણશાલી સાથે ૨૫ વરસ પછી કામ કરવાની છે. આ પહેલા તેણે સંજય લીલા ભણશાલી સાથે ફિલ્મ ખામોશીમાં કા મકર્યું હતું. 

આ સીરીઝની વાર્તા આઝાદી પહેલાના ભારતમાં લાહોરના એક જિલ્લા હીરામંડી પર આધારિત છે. આ વેબ સીરીઝમાં ટોચની ઘણી અભિનેત્રીઓ ભણશાલીએ લીધી છે. 

પીઢ અભિનેત્રી મુમતાઝનો પણ આ વેબ સીરીઝ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે મુમતાઝે આ વેબ સીરીઝનો હિસ્સો બનવાનો ઇન્કાર કર્યો હતો. 

ભણશાલી આ સીરીઝને એક નવી ઢબે જ બનાવી રહ્યા છે. આ વેબ સીરીઝ ઘણા હિસ્સામાં બનવાની છે.