મશહૂર સિંગર અરજિતસિંહ અને તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા

નવી દિલ્હી,તા.9.જાન્યુઆરી.2022કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત થયેલા બોલીવૂડની સેલિબ્રિટિઝમાં હવે મશહૂર સિંગર અરજિત સિંહનુ નામ પણ જોડાઈ ગયુ છે.અરજિત અને તેની પત્ની કોયલ રોય કોરોનાથી સંક્રમિત થયા છે.અરિજિતે પોતે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું અને મારા પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે.અમારી તબિયત બિલકુલ સારી છે અને અમે ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.અરજિતની જેમ સિનિયર એક્ટ્રેસ નફીસા અલી કોરોનાથી સંક્રમિત થયા છે.તેઓ મેજર સાબ, લાઈફ ઈન એ મેટ્રો , યમલા પગલા દિવાના જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકયા છે.અરિજિત પહેલા જાણીતા ફિલ્મ ડિરેકટર મધુર ભંડારકર પણ કોરોના વાયરસના સપાટામાં આવી ગયા હતા.આ સિવાય બોલીવૂડના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા છે.

મશહૂર સિંગર અરજિતસિંહ અને તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા


નવી દિલ્હી,તા.9.જાન્યુઆરી.2022

કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમિત થયેલા બોલીવૂડની સેલિબ્રિટિઝમાં હવે મશહૂર સિંગર અરજિત સિંહનુ નામ પણ જોડાઈ ગયુ છે.

અરજિત અને તેની પત્ની કોયલ રોય કોરોનાથી સંક્રમિત થયા છે.અરિજિતે પોતે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું અને મારા પત્ની કોરોનાથી સંક્રમિત થયા છે.અમારી તબિયત બિલકુલ સારી છે અને અમે ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

અરજિતની જેમ સિનિયર એક્ટ્રેસ નફીસા અલી કોરોનાથી સંક્રમિત થયા છે.તેઓ મેજર સાબ, લાઈફ ઈન એ મેટ્રો , યમલા પગલા દિવાના જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકયા છે.

અરિજિત પહેલા જાણીતા ફિલ્મ ડિરેકટર મધુર ભંડારકર પણ કોરોના વાયરસના સપાટામાં આવી ગયા હતા.

આ સિવાય બોલીવૂડના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા છે.