રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત-પાક સીઝફાયર કરાર પર કહ્યું, હવે બંને દેશો વેટ એન્ડ વૉચ મોડમાં

નવી દિલ્હી, તા. 30 ઓગસ્ટ 2021 સોમવારરક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારત-પાક સીઝફાયર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેને લઈને અત્યારે વેટ એન્ડ વૉચ મોડની સ્થિતિ છે. આ સાથે જ રક્ષા મંત્રીએ કહ્યુ કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ જેથી વિરોધી તાકાત સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહિત થવા ના દે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધવિરામ કરાર થયો હતો. અમે બંને દેશ વિશ્વાસની અછતના કારણે વેટ એન્ડ વૉચ મોડમાં છે. તાજેતરના યુદ્ધવિરામ કરાર બાદ સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી.આ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખ અને ઉત્તર પૂર્વમાં ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પણ વાત કરી. તેમણે કહ્યુ કે લદ્દાખ અને ઉત્તર પૂર્વ બંનેમાં કેટલીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યુ છે. આ પરિયોજનાઓ ના માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા ગ્રીડનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજરઅફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં કેટલાક બ્લાસ્ટ થયા. અફઘાનિસ્તાન મુદ્દે રાજનાથ સિંહે કહ્યુ કે અમે અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અમે ભારતીયોની સુરક્ષાની સાથે-સાથે એ પણ ઈચ્છીએ છીએ કે ત્યાંની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને દેશ વિરોધી તાકાત સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપે નહીં.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત-પાક સીઝફાયર કરાર પર કહ્યું, હવે બંને દેશો વેટ એન્ડ વૉચ મોડમાં


નવી દિલ્હી, તા. 30 ઓગસ્ટ 2021 સોમવાર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારત-પાક સીઝફાયર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેને લઈને અત્યારે વેટ એન્ડ વૉચ મોડની સ્થિતિ છે. આ સાથે જ રક્ષા મંત્રીએ કહ્યુ કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ જેથી વિરોધી તાકાત સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહિત થવા ના દે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધવિરામ કરાર થયો હતો. અમે બંને દેશ વિશ્વાસની અછતના કારણે વેટ એન્ડ વૉચ મોડમાં છે. તાજેતરના યુદ્ધવિરામ કરાર બાદ સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું નથી.

આ સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખ અને ઉત્તર પૂર્વમાં ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પણ વાત કરી. તેમણે કહ્યુ કે લદ્દાખ અને ઉત્તર પૂર્વ બંનેમાં કેટલીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યુ છે. આ પરિયોજનાઓ ના માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ છે પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા ગ્રીડનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 

અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં કેટલાક બ્લાસ્ટ થયા. અફઘાનિસ્તાન મુદ્દે રાજનાથ સિંહે કહ્યુ કે અમે અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અમે ભારતીયોની સુરક્ષાની સાથે-સાથે એ પણ ઈચ્છીએ છીએ કે ત્યાંની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને દેશ વિરોધી તાકાત સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપે નહીં.