રણવીર સિંહ ફિલ્મ 83ની નિષ્ફળતાથી નિરાશ થયો

- હવે પછી ભવિષ્યમાં બાયોપિક ન કરવાનો નિર્ણયમુંબઇ : રમવીર સિંહની ફિલ્મ ૮૩ હાલમાં થિયેટરોમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજય ૧૯૮૩નાવિશ્વ કપ વિજેતા પર આધારિત હતી. આ ફિલ્મમાં રણવીર સિંહે ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં રણવીરના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઝાઝું કલેકશન કરી શકી ન હોવાથી આ ફિલ્મ નિષ્ફળ ગઇ હોવાનું મનાઇ રહ્યું છે. ફિલ્મ ૮૩ની નિષ્ફળતા પછી રણવીરે પોતાની  કારકિર્દી અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. મળેલા રિપોર્ટના અનુસાર ફિલ્મની નિષ્ફળતા જોઇને રણવીર નિરાશ થયો છે અને હવેથી ભવિષ્યમાં બાયોપિક ફિલ્મ ન કરવાનો ફેંસલો કર્યો છે. રણવીરે થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ ૮૩ પછી મને પાંચ બોયિપકની ઓફરો મળી હતી. જેમાંથી ત્રણ બાયોપિક રમતવીરોની રિયલ લાઇફ પર આધારિત છે. એક રિપોર્ટના અનુસાર, રણવીરને થયેલી બાયોપિકની ઓફરમાં  એક  ફિલ્મ મેઘના ગુલઝારની સેમ માણેકશા હતી. જેમાં હવે વિક્કી કૌશલ લીડ રોલ કરવાનો છે. જોકે રણવીરે ભૂતકાળમાં બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મો કરી છે.જેમાં તેણે વાસ્તવિક પાત્રો ભજવ્યા છે.પરંતુ હવે તે થોડા સમય બાયોપિકમાં કામ નહીં કરે. 

રણવીર સિંહ ફિલ્મ 83ની નિષ્ફળતાથી નિરાશ થયો


- હવે પછી ભવિષ્યમાં બાયોપિક ન કરવાનો નિર્ણય

મુંબઇ : રમવીર સિંહની ફિલ્મ ૮૩ હાલમાં થિયેટરોમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજય ૧૯૮૩નાવિશ્વ કપ વિજેતા પર આધારિત હતી. આ ફિલ્મમાં રણવીર સિંહે ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા નિભાવી હતી. 

ફિલ્મમાં રણવીરના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ઝાઝું કલેકશન કરી શકી ન હોવાથી આ ફિલ્મ નિષ્ફળ ગઇ હોવાનું મનાઇ રહ્યું છે. 

ફિલ્મ ૮૩ની નિષ્ફળતા પછી રણવીરે પોતાની  કારકિર્દી અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. મળેલા રિપોર્ટના અનુસાર ફિલ્મની નિષ્ફળતા જોઇને રણવીર નિરાશ થયો છે અને હવેથી ભવિષ્યમાં બાયોપિક ફિલ્મ ન કરવાનો ફેંસલો કર્યો છે. 

રણવીરે થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ફિલ્મ ૮૩ પછી મને પાંચ બોયિપકની ઓફરો મળી હતી. જેમાંથી ત્રણ બાયોપિક રમતવીરોની રિયલ લાઇફ પર આધારિત છે. 

એક રિપોર્ટના અનુસાર, રણવીરને થયેલી બાયોપિકની ઓફરમાં  એક  ફિલ્મ મેઘના ગુલઝારની સેમ માણેકશા હતી. જેમાં હવે વિક્કી કૌશલ લીડ રોલ કરવાનો છે. 

જોકે રણવીરે ભૂતકાળમાં બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મો કરી છે.જેમાં તેણે વાસ્તવિક પાત્રો ભજવ્યા છે.પરંતુ હવે તે થોડા સમય બાયોપિકમાં કામ નહીં કરે.