રસોડાનું બજેટ ખોરવાશે: ઇન્ડોનેશિયા ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મુકવા મક્કમ

- ભારતીય ઘરોનું બજેટ ખોરવાશે, ખાદ્યતેલોના વધતા ભાવ ભારતની મુશ્કેલી વધારશેજકાર્તા, તા.27  એપ્રિલ 2022,બુધવારઇન્ડોનેશિયાએ 28 એપ્રિલ, ગુરુવારના રોજથી ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્રણ દિવસ અગાઉ ઇન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધમાંથી તમામ પ્રકારના પામતેલ ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ) અને આરબીડી પામોલિન તેલને મુક્તિ આપવાની વાત કહી હતી તેને ફેરી ટાળ્યુ છે.જો કે ઇન્ડોનેશિયાના નાણાંમંત્રીએ હવે આજ મધ્યરાત્રીથી ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ), આરબીડી પામ ઓઇલ પર નિકાસ પ્રતિબંધ લાગુ થવાની વાત કહી છે. ઇન્ડોનેશિયાની સરકારે 22 એપ્રિલના રોજ સ્થાનિક ખાદ્યતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વિવિધ ખાદ્યતેલોના વૈશ્વિક અને સ્થાનિક ભાવમાં નોંધપાત્ર વધારો આવ્યો છે.નોંધનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતના 50થી 60 ટકા ખાદ્યતેલની આયાત કરે છે. આયાતી ખાદ્યતેલના મુખ્ય પામઓઈલ, સોયાઓઈલ અને સન ફ્લાવર ઓઈલની આયાત કરે છે. ભારત વર્ષે 130-150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે.ક્રુડ ઓઈલની ભારત ૭૫ જેટલી આયાત કરે છે. કોલસામાં વિશ્વમાં બીજો સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં આયાત વગર છૂટકો નથી. હવે ખાદ્યતેલની બાબતમાં ભારતને ફટકો પડ્યો છે. ઇન્ડોનેશિયન સરકારે વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ વચ્ચે કોલસાની નિકાસ ઉપર ટેક્સ વધારવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના કારણે ભારતના વીજ ઉત્પાદકો ઉપર ગાજ વરસી હતી. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે રૂ.૧૩,૦૦૦ કરોડનો વીજ પ્લાન્ટ મફતમાં કોઈને જોઈતો હોય તો આપવા ઉત્પાદકો તૈયાર હતા! ફરી ઇન્ડોનેશિયાએ ભારત માટે માઠા સમાચાર લઇ આવ્યું છે. ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી મોટું પામતેલ ઉત્પાદક અને નિકાસકાર છે. વિશ્વમાં દર વર્ષે ૭ થી ૮ કરોડ ટન પામતેલનું ઉત્પાદન થાય છે જેમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ૪૦ લાખ જેટલો અને મલેશિયાનો હિસ્સો ૨૦ લાખ ટન જેટલો છે. આ બન્ને દેશ મળી ૭૦ થી ૭૫ ટકા ઉત્પાદન હાથ ધરે છે. ભારત સહીત વિશ્વમાં અનેક દેશોમાં પામના વૃક્ષનું વાવેતર થાય છે અને તેના ફ્રુટમાંથી પીલાણ કરી તેલનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત, ક્રુડ પામના રીફાઇનિંગમાં જે કચરો નીકળે છે તેમાંથી કેમિકલ્સ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ સાબુ, શેમ્પુ, ડીટરજન્ટ અને બ્યુટી પ્રોડક્ટમાં કરવામાં આવે છે.અત્યારે ઇન્ડોનેશિયામાં એક લીટર તેલનો ભાવ સ્થાનિક ચલણ રૂપિયામાં  ૨૬,૪૩૬ છે એટલે કે ૧.૮૪ ડોલર! આ એક જ વર્ષમાં ભાવ ૪૦ ટકા વધી ગયા છે. લોકો મોંઘવારી સામે લડત ચલાવવા રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.સરકારે ભાવ નક્કી કર્યો છે પણ ખાનગીમાં ઊંચા ભાવે જ તેલ મળતું હોવાથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાથી ભારતમાં પામતેલની આયાતવર્ષકુલ પામ આયાત લાખ ટનક્રુડ પામમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ટકારીફાઇન્ડ પામમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ટકા૨૦૧૫-૧૬૯૬.૫૭૫૨૮૪૨૦૧૬-૧૭૮૨.૪૬૩૭૯૨૦૧૭-૧૮૯૦.૭૯૭૩૮૫૨૦૧૮-૧૯૮૨.૬૫૭૧૭૦૨૦૧૯-૨૦૭૯.૨૨૭૪૧૭૨૦૨૦-૨૧૭૦.૧૨૫૯૯૬

રસોડાનું બજેટ ખોરવાશે: ઇન્ડોનેશિયા ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મુકવા મક્કમ


- ભારતીય ઘરોનું બજેટ ખોરવાશે, ખાદ્યતેલોના વધતા ભાવ ભારતની મુશ્કેલી વધારશે

જકાર્તા, તા.27  એપ્રિલ 2022,બુધવાર

ઇન્ડોનેશિયાએ 28 એપ્રિલ, ગુરુવારના રોજથી ખાદ્યતેલોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્રણ દિવસ અગાઉ ઇન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધમાંથી તમામ પ્રકારના પામતેલ ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ) અને આરબીડી પામોલિન તેલને મુક્તિ આપવાની વાત કહી હતી તેને ફેરી ટાળ્યુ છે.

જો કે ઇન્ડોનેશિયાના નાણાંમંત્રીએ હવે આજ મધ્યરાત્રીથી ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ), આરબીડી પામ ઓઇલ પર નિકાસ પ્રતિબંધ લાગુ થવાની વાત કહી છે. 

ઇન્ડોનેશિયાની સરકારે 22 એપ્રિલના રોજ સ્થાનિક ખાદ્યતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ વિવિધ ખાદ્યતેલોના વૈશ્વિક અને સ્થાનિક ભાવમાં નોંધપાત્ર વધારો આવ્યો છે.

નોંધનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતના 50થી 60 ટકા ખાદ્યતેલની આયાત કરે છે. આયાતી ખાદ્યતેલના મુખ્ય પામઓઈલ, સોયાઓઈલ અને સન ફ્લાવર ઓઈલની આયાત કરે છે. ભારત વર્ષે 130-150 લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે.

ક્રુડ ઓઈલની ભારત ૭૫ જેટલી આયાત કરે છે. કોલસામાં વિશ્વમાં બીજો સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં આયાત વગર છૂટકો નથી. હવે ખાદ્યતેલની બાબતમાં ભારતને ફટકો પડ્યો છે. ઇન્ડોનેશિયન સરકારે વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ વચ્ચે કોલસાની નિકાસ ઉપર ટેક્સ વધારવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના કારણે ભારતના વીજ ઉત્પાદકો ઉપર ગાજ વરસી હતી. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે રૂ.૧૩,૦૦૦ કરોડનો વીજ પ્લાન્ટ મફતમાં કોઈને જોઈતો હોય તો આપવા ઉત્પાદકો તૈયાર હતા! ફરી ઇન્ડોનેશિયાએ ભારત માટે માઠા સમાચાર લઇ આવ્યું છે. 

ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી મોટું પામતેલ ઉત્પાદક અને નિકાસકાર છે. વિશ્વમાં દર વર્ષે ૭ થી ૮ કરોડ ટન પામતેલનું ઉત્પાદન થાય છે જેમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ૪૦ લાખ જેટલો અને મલેશિયાનો હિસ્સો ૨૦ લાખ ટન જેટલો છે. આ બન્ને દેશ મળી ૭૦ થી ૭૫ ટકા ઉત્પાદન હાથ ધરે છે. 

ભારત સહીત વિશ્વમાં અનેક દેશોમાં પામના વૃક્ષનું વાવેતર થાય છે અને તેના ફ્રુટમાંથી પીલાણ કરી તેલનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત, ક્રુડ પામના રીફાઇનિંગમાં જે કચરો નીકળે છે તેમાંથી કેમિકલ્સ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ સાબુ, શેમ્પુ, ડીટરજન્ટ અને બ્યુટી પ્રોડક્ટમાં કરવામાં આવે છે.

અત્યારે ઇન્ડોનેશિયામાં એક લીટર તેલનો ભાવ સ્થાનિક ચલણ રૂપિયામાં  ૨૬,૪૩૬ છે એટલે કે ૧.૮૪ ડોલર! આ એક જ વર્ષમાં ભાવ ૪૦ ટકા વધી ગયા છે. લોકો મોંઘવારી સામે લડત ચલાવવા રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.સરકારે ભાવ નક્કી કર્યો છે પણ ખાનગીમાં ઊંચા ભાવે જ તેલ મળતું હોવાથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

ઇન્ડોનેશિયાથી ભારતમાં પામતેલની આયાત


વર્ષ

કુલ પામ આયાત લાખ ટન

ક્રુડ પામમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ટકા

રીફાઇન્ડ પામમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ટકા

૨૦૧૫-૧૬

૯૬.૫૭

૫૨

૮૪

૨૦૧૬-૧૭

૮૨.૪

૬૩

૭૯

૨૦૧૭-૧૮

૯૦.૭૯

૭૩

૮૫

૨૦૧૮-૧૯

૮૨.૬૫

૭૧

૭૦

૨૦૧૯-૨૦

૭૯.૨૨

૭૪

૧૭

૨૦૨૦-૨૧

૭૦.૧૨

૫૯

૯૬