લોન્ચ થયા બાદ લોકોના દિલો-દિમાગ પર છવાઈ, જુઓ Tata Curvvની પહેલી ઝલક

- Curvv કોન્સેપ્ટની સાથે જ કંપની ઈલેક્ટ્રિક વ્હીકલની બીજી પેઢીમાં એન્ટ્રી કરી રહી છેનવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2022, બુધવાર Tata Motorsએ ભવિષ્યમાં ઈલેક્ટ્રીક વ્હીકલના સફરને શાનદાર બનાવવાની તૈયારી કરી લીધી છે. કંપનીએ પોતાની ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ એસયૂવી Tata Curvvની પ્રથમ ઝલક દુનિયાની સામે આવી ગઈ છે. જાણો શા માટે છે આ કાર આટલી શાનદાર...ટાટા મોટર્સનું કહેવું છે કે, Tata Curvv ભવિષ્યની એસયૂવી હશે. તેની ડિઝાઈન તેને વિશેષ બનાવે છે. તેમાં સેડાન જેવી ઘણી લક્ઝરી અને કમ્ફર્ટ ફીચર્સ મળશે. બીજી તરફ તે એક એસયૂવીની જેમ રસ્તા પર દોડનારી પાવરફૂલ ગાડી પણ હશે. કંપનીની આ ગાડી આગામી 2 વર્ષમાં રસ્તાઓ પર દોડતી જોવા મળી શકે છે. Tata Curvvની ડિઝાઈન ખૂબ જ યુનિક છે. તેની બોડી ટાઈપ સ્પોર્ટી કૂપ સ્ટાઈલ છે. આ પ્રકારની ડિઝાઈન હાલમાં ફક્ત લક્ઝરી સેગમેન્ટમાં જ જોવા મળી રહી છે. Tata Curvv એક પ્રોડક્શન રેડી ડિઝઈન છે. ટાટાની આ પહેલી આવી ગાડી હશે જે સીધી ઈલેક્ટ્રિક વ્હીકલ તરીકે માર્કેટમાં લોન્ચ થશે અને બાદમાં તેના પેટ્રોલ-ડિઝલનો ઓપ્શન આવવાની પણ અપેક્ષા છે. ટાટા મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાનું કહેવું છે કે, ગયા વર્ષે ટાટાના ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 353%નો વધારો થયો હતો. Tata Curvvમાં ટાટાના બ્રાન્ડ નામના ભરોસે, નવો વિચાર અને નવી ડિઝાઈનનો અદભૂત મિશ્રણ જોવા મળશે. Curvv કોન્સેપ્ટની સાથે જ કંપની ઈલેક્ટ્રિક વ્હીકલની બીજી પેઢીમાં એન્ટ્રી કરી રહી છે. તે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અપનાવવામાં વર્તમાન અવરોધોથી આગળ વધીને લોકોને તેને અપનાવવામાં મદદ કરશે.જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે, Tata Curvvની કિંમત કેટલી હશે. હજુ કંપનીએ તેનું માત્ર કોન્સેપ્ટ જ લોન્ચ કર્યું છે. આ ગાડીને લોન્ચ કર્યા બાદ જ તેની સાચી કિંમત સામે આવી શકશે. 

લોન્ચ થયા બાદ લોકોના દિલો-દિમાગ પર છવાઈ, જુઓ Tata Curvvની પહેલી ઝલક


- Curvv કોન્સેપ્ટની સાથે જ કંપની ઈલેક્ટ્રિક વ્હીકલની બીજી પેઢીમાં એન્ટ્રી કરી રહી છે

નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2022, બુધવાર 

Tata Motorsએ ભવિષ્યમાં ઈલેક્ટ્રીક વ્હીકલના સફરને શાનદાર બનાવવાની તૈયારી કરી લીધી છે. કંપનીએ પોતાની ઈલેક્ટ્રિક કોન્સેપ્ટ એસયૂવી Tata Curvvની પ્રથમ ઝલક દુનિયાની સામે આવી ગઈ છે. જાણો શા માટે છે આ કાર આટલી શાનદાર...

ટાટા મોટર્સનું કહેવું છે કે, Tata Curvv ભવિષ્યની એસયૂવી હશે. તેની ડિઝાઈન તેને વિશેષ બનાવે છે. તેમાં સેડાન જેવી ઘણી લક્ઝરી અને કમ્ફર્ટ ફીચર્સ મળશે. બીજી તરફ તે એક એસયૂવીની જેમ રસ્તા પર દોડનારી પાવરફૂલ ગાડી પણ હશે. કંપનીની આ ગાડી આગામી 2 વર્ષમાં રસ્તાઓ પર દોડતી જોવા મળી શકે છે. 

Tata Curvvની ડિઝાઈન ખૂબ જ યુનિક છે. તેની બોડી ટાઈપ સ્પોર્ટી કૂપ સ્ટાઈલ છે. આ પ્રકારની ડિઝાઈન હાલમાં ફક્ત લક્ઝરી સેગમેન્ટમાં જ જોવા મળી રહી છે. Tata Curvv એક પ્રોડક્શન રેડી ડિઝઈન છે. ટાટાની આ પહેલી આવી ગાડી હશે જે સીધી ઈલેક્ટ્રિક વ્હીકલ તરીકે માર્કેટમાં લોન્ચ થશે અને બાદમાં તેના પેટ્રોલ-ડિઝલનો ઓપ્શન આવવાની પણ અપેક્ષા છે. 


ટાટા મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાનું કહેવું છે કે, ગયા વર્ષે ટાટાના ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 353%નો વધારો થયો હતો. Tata Curvvમાં ટાટાના બ્રાન્ડ નામના ભરોસે, નવો વિચાર અને નવી ડિઝાઈનનો અદભૂત મિશ્રણ જોવા મળશે. Curvv કોન્સેપ્ટની સાથે જ કંપની ઈલેક્ટ્રિક વ્હીકલની બીજી પેઢીમાં એન્ટ્રી કરી રહી છે. તે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અપનાવવામાં વર્તમાન અવરોધોથી આગળ વધીને લોકોને તેને અપનાવવામાં મદદ કરશે.

જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે, Tata Curvvની કિંમત કેટલી હશે. હજુ કંપનીએ તેનું માત્ર કોન્સેપ્ટ જ લોન્ચ કર્યું છે. આ ગાડીને લોન્ચ કર્યા બાદ જ તેની સાચી કિંમત સામે આવી શકશે.