વર્ક ફ્રોમ હોમ ન મળતા જોબ છોડવાનો વિકલ્પ યોગ્ય માની રહ્યાં છે કર્મચારી

તા. 23 માર્ચ, બુધવાર દુનિયાભરમાં કોરોના નામના વાયરસે લોકોના સ્વજનોની સાથે સાથે નોકરી પણ છીનવી લીધી છે. લોકોની જીવનશૈલી પણ બદલી નાંખી છે. મહામારીની શરુઆતમાં જ્યારે લોકોને જોબ પરથી નીકાળી દેવામાં આવ્યા હતા, ત્યારે ઘણાં લોકોને વર્ક ફ્રોમ હોમ પણ આપવામાં આવ્યુ હતુ. પરંતુ હવે લોકોને આજ રીતે કામ કરવુ પસંદ આવી રહ્યું છે. ત્યાં લોકોને સમસ્યા પણ થવા લાગી હતી.કોરોનાની સ્થિતિમાં સુધારની સાથે સાથે ઓફિસ ખુલી ગઇ છે. વર્ક ફ્રોમ હોમ ખત્મ કરવામાં આવી રહ્યું છે. પણ હવે સ્થિતિ એવી છે કે, કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવુ પસંદ નથી આવી રહ્યું, જેથી લોકો હવે વર્ક ફ્રોમ હોમની માંગણી કરી રહ્યાં છે.લગભગ 2 વર્ષ સુધી કામ કરવાની જે રીત છે તેમાં એકદમ બદલાવ આવી ગયો છે. કર્મચારીઓને જો WFH  ના મળે તો કર્મચારીઓ નોકરી છોડવા માટે તૈયાર થઇ ગયા છે.સીઆઇઇએલ એચઆર સર્વિસેજ (CIEL HR Services)  તરફથી કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે જાણવા મળ્યુ છે કે, સર્વેમાં 60 ટકા કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવા કરતાં નોકરી છોડવી વધુ સારી લાગે છે.  વર્ક ફ્રોમ હોમ માટે તેમણે વર્ક ફ્રોમ ઓફિસની વધુ સેલરીને પણ ઠુકરાવી દીધી હતી. સર્વે પ્રમાણે વર્ક ફ્રોમ હોમના કારણે તેમના જીવનમાં એક સંતુલન બન્યુ છે. આઇટી, આઉટસોર્સિંગ. ટેક, સ્ટાર્ટ અપ, કંસલ્ટીંગ જેવી 62 કંપનીઓએ2 હજાર જેટલા કર્મચારીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાંથી 40 ટકા કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જ્યારે 26 ટકા  હાઇબ્રિડ મોડમાં છે. ઘણી કંપનીઓએ કર્મચારી પૂરી રીતે ઓફિસમાં કામ કરે છે. તેમનું વર્ક ફ્રોમ હોમ પુરુ થઇ ગયુ છે.

વર્ક ફ્રોમ હોમ ન મળતા જોબ છોડવાનો વિકલ્પ યોગ્ય માની રહ્યાં છે કર્મચારી


તા. 23 માર્ચ, બુધવાર 

દુનિયાભરમાં કોરોના નામના વાયરસે લોકોના સ્વજનોની સાથે સાથે નોકરી પણ છીનવી લીધી છે. લોકોની જીવનશૈલી પણ બદલી નાંખી છે. મહામારીની શરુઆતમાં જ્યારે લોકોને જોબ પરથી નીકાળી દેવામાં આવ્યા હતા, ત્યારે ઘણાં લોકોને વર્ક ફ્રોમ હોમ પણ આપવામાં આવ્યુ હતુ. પરંતુ હવે લોકોને આજ રીતે કામ કરવુ પસંદ આવી રહ્યું છે. ત્યાં લોકોને સમસ્યા પણ થવા લાગી હતી.

કોરોનાની સ્થિતિમાં સુધારની સાથે સાથે ઓફિસ ખુલી ગઇ છે. વર્ક ફ્રોમ હોમ ખત્મ કરવામાં આવી રહ્યું છે. પણ હવે સ્થિતિ એવી છે કે, કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવુ પસંદ નથી આવી રહ્યું, જેથી લોકો હવે વર્ક ફ્રોમ હોમની માંગણી કરી રહ્યાં છે.લગભગ 2 વર્ષ સુધી કામ કરવાની જે રીત છે તેમાં એકદમ બદલાવ આવી ગયો છે. કર્મચારીઓને જો WFH  ના મળે તો કર્મચારીઓ નોકરી છોડવા માટે તૈયાર થઇ ગયા છે.

સીઆઇઇએલ એચઆર સર્વિસેજ (CIEL HR Services)  તરફથી કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે જાણવા મળ્યુ છે કે, સર્વેમાં 60 ટકા કર્મચારીઓને ઓફિસ જઇને કામ કરવા કરતાં નોકરી છોડવી વધુ સારી લાગે છે.

 વર્ક ફ્રોમ હોમ માટે તેમણે વર્ક ફ્રોમ ઓફિસની વધુ સેલરીને પણ ઠુકરાવી દીધી હતી. સર્વે પ્રમાણે વર્ક ફ્રોમ હોમના કારણે તેમના જીવનમાં એક સંતુલન બન્યુ છે. આઇટી, આઉટસોર્સિંગ. ટેક, સ્ટાર્ટ અપ, કંસલ્ટીંગ જેવી 62 કંપનીઓએ

2 હજાર જેટલા કર્મચારીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાંથી 40 ટકા કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જ્યારે 26 ટકા  હાઇબ્રિડ મોડમાં છે. ઘણી કંપનીઓએ કર્મચારી પૂરી રીતે ઓફિસમાં કામ કરે છે. તેમનું વર્ક ફ્રોમ હોમ પુરુ થઇ ગયુ છે.