શેર માર્કેટની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સ ફરી 60 હજારને પાર પહોંચ્યો

- વેપારની શરૂઆતમાં નિફ્ટી છેલ્લા ક્લોઝિંગની સરખામણીએ 91.60 પોઈન્ટ એટલે કે, 0.51 ટકાના વધારા સાથે ખુલી નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2021, શુક્રવારછેલ્લા 3 દિવસથી સતત ઘટાડા બાદ આજે શુક્રવારે શેર માર્કેટની શરૂઆત ખૂબ જ સકારાત્મક જોવા મળી છે. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 341.76 પોઈન્ટ એટલે કે, 0.57 ટકાના વધારા સાથે ખુલ્યો હતો અને ફરી એક વખત 60 હજારના સ્તરની નજીક પહોંચી ગયો હતો. સવારના ઉઘડતા બજારે સેન્સેક્સ 60,231.12 પોઈન્ટ પર જોવા મળ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ લીલા નિશાન સાથે ખુલી. આ સાથે જ વેપારની શરૂઆતમાં નિફ્ટી છેલ્લા ક્લોઝિંગની સરખામણીએ 91.60 પોઈન્ટ એટલે કે, 0.51 ટકાના વધારા સાથે ખુલી અને ઉઘડતા બજારે 17,965.20ના સ્તર પર વેપાર જોવા મળ્યો હતો.

શેર માર્કેટની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સ ફરી 60 હજારને પાર પહોંચ્યો


- વેપારની શરૂઆતમાં નિફ્ટી છેલ્લા ક્લોઝિંગની સરખામણીએ 91.60 પોઈન્ટ એટલે કે, 0.51 ટકાના વધારા સાથે ખુલી 

નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2021, શુક્રવાર

છેલ્લા 3 દિવસથી સતત ઘટાડા બાદ આજે શુક્રવારે શેર માર્કેટની શરૂઆત ખૂબ જ સકારાત્મક જોવા મળી છે. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 341.76 પોઈન્ટ એટલે કે, 0.57 ટકાના વધારા સાથે ખુલ્યો હતો અને ફરી એક વખત 60 હજારના સ્તરની નજીક પહોંચી ગયો હતો. 

સવારના ઉઘડતા બજારે સેન્સેક્સ 60,231.12 પોઈન્ટ પર જોવા મળ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ લીલા નિશાન સાથે ખુલી. આ સાથે જ વેપારની શરૂઆતમાં નિફ્ટી છેલ્લા ક્લોઝિંગની સરખામણીએ 91.60 પોઈન્ટ એટલે કે, 0.51 ટકાના વધારા સાથે ખુલી અને ઉઘડતા બજારે 17,965.20ના સ્તર પર વેપાર જોવા મળ્યો હતો.