શાહરૂખ ખાન આગામી ફિલ્મમાં પિતા-પુત્રના ડબલ રોલમાં જોવા મળે તેવી શક્યતા

- આ ફિલ્મમાંનું તેનું એક પાત્ર ટ્રેનનું અપહરણ કરતું જોવા મળશેમુંબઇ : દિગ્દર્શક એટલીની ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં કામ કરવાનો છે. પિતા-પુત્રના રોલમાં તે જોવા મળશે. તેમજ આ ફિલ્મમાં તેનું એક પાત્ર નેગેટિવ છે. શાહરૂખ પોતાની કારકિર્દીમાં નવમી વખત નેગેટિવ રોલમાં જોવા મળશે. એટલીની ફિલ્મ લાયનમાં શાહરૂખ ખાન ડબલ  રોલમાં પિતા-પુત્રના પાત્રમાં જોવા મળવાનો છે. જેમાં તેનું પુત્રનું પાત્ર એક મેટ્રો ટેનને હાઇજેક કરે છે. ફિલ્મની આ મુખ્ય સિકવન્સને પુણેમાં ગયા ઓકટોબરમાં ફિલ્માવામાં આવ્યું હતું. આ જ દ્રશ્યને લગતા અન્ય સીન નું પણચેન્નઇમાં કરવામાં આવશે.પરંતુ આર્યન કેસ અને હવે કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થઇ શક્યું નથી. શાહરૂખની દીપિકા પદુકોણ અનેજોન અબ્રાહમ સાથેની ફિલ્મ પઠાનનું શૂટિંગ પણ હાલ સ્થગિત થઇ ગયું છે. આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે,દીપિકા હાલપોતાની આવનારી ફિલ્મ ગહરાઇના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે દીપિકાએ પોતાના હિસ્સાનું શૂટિંગ પુરુ કરી નાખ્યું છે. ફક્ત સ્પેનમાં જ બે-ત્રણ દ્રશ્યોના તેનું શૂટિંગ બાકી છે. દીપિકા ત્યાં શાહરૂખ સાથે એક સોન્ગ સીકવન્સનું શૂટિંગ કરશે. 

શાહરૂખ ખાન આગામી ફિલ્મમાં પિતા-પુત્રના ડબલ રોલમાં જોવા મળે તેવી શક્યતા


- આ ફિલ્મમાંનું તેનું એક પાત્ર ટ્રેનનું અપહરણ કરતું જોવા મળશે

મુંબઇ : દિગ્દર્શક એટલીની ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં કામ કરવાનો છે. પિતા-પુત્રના રોલમાં તે જોવા મળશે. તેમજ આ ફિલ્મમાં તેનું એક પાત્ર નેગેટિવ છે. શાહરૂખ પોતાની કારકિર્દીમાં નવમી વખત નેગેટિવ રોલમાં જોવા મળશે. 

એટલીની ફિલ્મ લાયનમાં શાહરૂખ ખાન ડબલ  રોલમાં પિતા-પુત્રના પાત્રમાં જોવા મળવાનો છે. જેમાં તેનું પુત્રનું પાત્ર એક મેટ્રો ટેનને હાઇજેક કરે છે. ફિલ્મની આ મુખ્ય સિકવન્સને પુણેમાં ગયા ઓકટોબરમાં ફિલ્માવામાં આવ્યું હતું. આ જ દ્રશ્યને લગતા અન્ય સીન નું પણચેન્નઇમાં કરવામાં આવશે.પરંતુ આર્યન કેસ અને હવે કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થઇ શક્યું નથી. 

શાહરૂખની દીપિકા પદુકોણ અનેજોન અબ્રાહમ સાથેની ફિલ્મ પઠાનનું શૂટિંગ પણ હાલ સ્થગિત થઇ ગયું છે. આ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતુ ંકે,દીપિકા હાલપોતાની આવનારી ફિલ્મ ગહરાઇના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે દીપિકાએ પોતાના હિસ્સાનું શૂટિંગ પુરુ કરી નાખ્યું છે. ફક્ત સ્પેનમાં જ બે-ત્રણ દ્રશ્યોના તેનું શૂટિંગ બાકી છે. દીપિકા ત્યાં શાહરૂખ સાથે એક સોન્ગ સીકવન્સનું શૂટિંગ કરશે.