સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ બોલિવૂડ ડેબ્યૂ અંગે આપ્યું મોટું નિવેદન

મુંબઈ, તા. 10 મે 2022, મંગળવારસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુની ફ્રેન્ડ ફોલોઈંગ જોરદાર છે. આ દિવસોમાં મહેશ બાબુ પોતાની આગામી ફિલ્મ સરકારૂ વારી પાટા (Sarkaru Vaari paata)ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ આ અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને મહેશ બાબુ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે પોતાના બોલિવૂડ ડેબ્યૂ વિશે કંઈક એવું કહ્યું હતું કે, તમે પણ જાણીને ચોંકી જશો. પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં મહેશ બાબુએ કહ્યું હતું કે, તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા નથી માંગતો કારણ કે મહેશ બાબુ કહેવા પ્રમાણે અહીંના લોકો તેને અફોર્ડ કરી શકશે નહીં.- સાઉથમાં ઘણો પ્રેમ મળ્યોમહેશ બાબુએ સાઉથ ઈન્ડસ્ટ્રીના વખાણ કર્યા હતા અને પોતાના બોલિવૂડ ડેબ્યૂ પર તેણે કહ્યુ હતું કે, મને બોલીવૂડમાંથી ઓફર્સ મળી નથી તો મને લાગે છે કે બોલીવૂડ મને ઓફર કરી શકે તેમ નથી. હું એવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા પણ ઈચ્છતો નથી જે મને અફોર્ડ ના કરી શકે. મને સાઉથમાં ઘણો પ્રેમ મળ્યો છે અહીંના લોકોએ મને જે સ્ટારડમ અને સન્માન આપ્યું છે.આ કારણથી મેં ક્યારેય આ ઈન્ડસ્ટ્રી છોડવાનું વિચાર્યું નથી. 'મેં મારા જીવનમાં માત્ર ફિલ્મો કરવાનું અને એક મોટી વ્યક્તિ બનવાનું વિચાર્યું છે. એક પછી એક મારા સપના હવે પૂરા થઈ રહ્યા છે. હું હવે વધુ સુખી વ્યક્તિ બનવા માંગતો નથી.'આ દિવસોમાં દરેક માધ્યમ સાથે સંકળાયેલા કલાકાર ચોક્કસપણે OTT પર એક્સપેરિમેન્ટ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું મહેશ બાબુ ક્યારેય આ માધ્યમમાં હાથ અજમાવશે? મહેશ બાબુનું આ અંગે માત્ર એટલું જ કહેવું છે કે તેઓ માત્ર મોટા પડદા માટે છે અને તેઓ OTT પર આવવાનું વિચારી પણ શકતા નથી.

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ બોલિવૂડ ડેબ્યૂ અંગે આપ્યું મોટું નિવેદન

મુંબઈ, તા. 10 મે 2022, મંગળવાર

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુની ફ્રેન્ડ ફોલોઈંગ જોરદાર છે. આ દિવસોમાં મહેશ બાબુ પોતાની આગામી ફિલ્મ સરકારૂ વારી પાટા (Sarkaru Vaari paata)ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ આ અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને મહેશ બાબુ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે પોતાના બોલિવૂડ ડેબ્યૂ વિશે કંઈક એવું કહ્યું હતું કે, તમે પણ જાણીને ચોંકી જશો. પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં મહેશ બાબુએ કહ્યું હતું કે, તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા નથી માંગતો કારણ કે મહેશ બાબુ કહેવા પ્રમાણે અહીંના લોકો તેને અફોર્ડ કરી શકશે નહીં.

- સાઉથમાં ઘણો પ્રેમ મળ્યો

મહેશ બાબુએ સાઉથ ઈન્ડસ્ટ્રીના વખાણ કર્યા હતા અને પોતાના બોલિવૂડ ડેબ્યૂ પર તેણે કહ્યુ હતું કે, મને બોલીવૂડમાંથી ઓફર્સ મળી નથી તો મને લાગે છે કે બોલીવૂડ મને ઓફર કરી શકે તેમ નથી. હું એવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા પણ ઈચ્છતો નથી જે મને અફોર્ડ ના કરી શકે. મને સાઉથમાં ઘણો પ્રેમ મળ્યો છે અહીંના લોકોએ મને જે સ્ટારડમ અને સન્માન આપ્યું છે.આ કારણથી મેં ક્યારેય આ ઈન્ડસ્ટ્રી છોડવાનું વિચાર્યું નથી. 'મેં મારા જીવનમાં માત્ર ફિલ્મો કરવાનું અને એક મોટી વ્યક્તિ બનવાનું વિચાર્યું છે. એક પછી એક મારા સપના હવે પૂરા થઈ રહ્યા છે. હું હવે વધુ સુખી વ્યક્તિ બનવા માંગતો નથી.'

આ દિવસોમાં દરેક માધ્યમ સાથે સંકળાયેલા કલાકાર ચોક્કસપણે OTT પર એક્સપેરિમેન્ટ કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું મહેશ બાબુ ક્યારેય આ માધ્યમમાં હાથ અજમાવશે? મહેશ બાબુનું આ અંગે માત્ર એટલું જ કહેવું છે કે તેઓ માત્ર મોટા પડદા માટે છે અને તેઓ OTT પર આવવાનું વિચારી પણ શકતા નથી.