સંગીતકાર વિશાલ દદલાનીના પિતાનું 79વરસની વયે નિધન

- વિશાલ પોતે કોરોના પોઝિટિવ હોવાથી પિતાના દુઃખદ અવસાનથી માતાને ભેટીને રડી પણ ન શક્યોમુંબઇ : સંગીતકાર વિશાલ દદલાનીના પતા મોતી દદલાનીનું ૭૯ વરસની વયે  નિધન થયું છે. વિશાલે શનિવારે આ વાતની જાણકારી સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમુકીને કરી હતી. વિશાલે પિતાની તસવીર શેરકરીને લખ્યું હતુ ંકે, શ્રી મોતી દદલાની ગઇ કાલે રાતના મારા સૌથી સારા મિત્ર,પૃથ્વી પરના સારા અને દયાળુ વ્યક્તિને મેં હંમેશા માટે ગુમાવી દીધા છે. મને મારા જીવનમાં એમના કરતા સૌથી વધુ સારા પિતા મલ્યા ન હોત. તેમના કરતા સારો શિક્ષક અથવા એક સારી વ્યક્તિ મને મળવાની મુશ્કેલ હતી. મારામાં જે પણ સારા ગુણો છે, તે તેમનું એક હળવું પ્રતિબિંબ છે. વિશાલે આગળ લખ્યું છે કે, તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આઇસીયુમાં તા. તેમની ગોલ બ્લેડરસર્જરી કરવામાં આવી હતી તે પછી પણ તેમની તબિયતમાં સુધારો થવા જોવા મળ્યો નહોતો. તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. પરિણામે તેમને આઇસીયુમાં રાખવા પડયા હતા. મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાથી હું તેમને મળવા પણ જઇ શ્યો નહીં. હુ ંમારા માતાને ભેટીને રડી પણ શક્યો નથી.મારી બહેને સઘળી પરિસ્થિતિ સંભાળી લીધી છે. પિતાને ગુમાવ્યા પછી હું સંપૂર્ણરીતે ભાંગી પડયો છું. 

સંગીતકાર વિશાલ દદલાનીના પિતાનું 79વરસની વયે  નિધન


- વિશાલ પોતે કોરોના પોઝિટિવ હોવાથી પિતાના દુઃખદ અવસાનથી માતાને ભેટીને રડી પણ ન શક્યો

મુંબઇ : સંગીતકાર વિશાલ દદલાનીના પતા મોતી દદલાનીનું ૭૯ વરસની વયે  નિધન થયું છે. વિશાલે શનિવારે આ વાતની જાણકારી સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમુકીને કરી હતી. 

વિશાલે પિતાની તસવીર શેરકરીને લખ્યું હતુ ંકે, શ્રી મોતી દદલાની ગઇ કાલે રાતના મારા સૌથી સારા મિત્ર,પૃથ્વી પરના સારા અને દયાળુ વ્યક્તિને મેં હંમેશા માટે ગુમાવી દીધા છે. મને મારા જીવનમાં એમના કરતા સૌથી વધુ સારા પિતા મલ્યા ન હોત. તેમના કરતા સારો શિક્ષક અથવા એક સારી વ્યક્તિ મને મળવાની મુશ્કેલ હતી. મારામાં જે પણ સારા ગુણો છે, તે તેમનું એક હળવું પ્રતિબિંબ છે. 

વિશાલે આગળ લખ્યું છે કે, તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી આઇસીયુમાં તા. તેમની ગોલ બ્લેડરસર્જરી કરવામાં આવી હતી તે પછી પણ તેમની તબિયતમાં સુધારો થવા જોવા મળ્યો નહોતો. તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. પરિણામે તેમને આઇસીયુમાં રાખવા પડયા હતા. મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાથી હું તેમને મળવા પણ જઇ શ્યો નહીં. હુ ંમારા માતાને ભેટીને રડી પણ શક્યો નથી.મારી બહેને સઘળી પરિસ્થિતિ સંભાળી લીધી છે. પિતાને ગુમાવ્યા પછી હું સંપૂર્ણરીતે ભાંગી પડયો છું.