સોનાક્ષી સિન્હાની સગાઈ અંગેની સાચી હકીકત આવી સામે...જાણો

- સોનાક્ષી પોતાની નવી આર્ટિફિશિયલ નેઈલ બ્રાન્ડ લાવી રહી છે આ બ્રાન્ડનું નામ SOEZI છેમુંબઈ, તા. 11 મે 2022, બુધવારસોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી ત્યારબાદ એક્ટ્રેસની સગાઈના સમાચાર ચારે તરફ ઉડવા લાગ્યા હતા. સોનાક્ષીએ જે રીતે આ તસવીરો શેર કરી છે અને કેપ્શન આપ્યું છે તેના કારણે આ સમાચાર ફેલાયા હતા. સોનાક્ષીએ પોતાની તાજેતરની એક તસવીર અને વીડિયો પણ શેર કર્યો છે. જે સ્પષ્ટ કરે છે કે સોનાક્ષી શું કરવા જઈ રહી છે.તમને જણાવી દઈએ કે, તેના હાથમાં વીંટી ફ્લોન્ટ કરતી સોનાક્ષી એક મિસ્ટ્રીમેનનો હાથ પકડેલી જોવા મળી હતી. આ સાથે જ સોનાક્ષીએ તેની તસવીરોને કેપ્શન આપ્યું હતું કે, 'હું જે દિવસની રાહ જોઈ રહી હતી તે આવી ગયો છે. હવે ચાહકોમાં આ તસવીર જોઈને તેમની સગાઈની અફવા ઉડી ગઈ છે. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) હકીકતમાં સોનાક્ષી પોતાની નવી આર્ટિફિશિયલ નેઈલ બ્રાન્ડ લાવી રહી છે. જૂની તસવીરોમાં પણ અભિનેત્રી પોતાના સુંદર નખ બતાવતી જોવા મળી હતી. સોનાક્ષીની આ બ્રાન્ડનું નામ SOEZI છે. સોનાક્ષી આ બ્યુટી કેર બ્રાન્ડ સાથે બીજું શું લાવવા જઈ રહી છે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આ પગલાથી સોનાક્ષી બોલીવુડની એવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ગઈ છે જેઓ ફિલ્મો સિવાય બિઝનેસ ચલાવે છે.આવી અભિનેત્રીઓમાં અનુષ્કા શર્મા, કેટરિના કૈફથી લઈને આલિયા ભટ્ટ સુધી અનેક અભિનેત્રીઓના નામ સામેલ છે.  અનુષ્કા 'નુશ' નામની ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે જ્યારે સોનલ કપૂર અને રિયા કપૂરની 'રીઝન' નામની કપડાંની બ્રાન્ડ છે.  કેટરિના કૈફ 'કે બ્યુટી' નામની કોસ્મેટિક બ્રાન્ડની માલિક છે જ્યારે આલિયા ભટ્ટ પ્રોડક્શન હાઉસ સિવાય કપડાંની બ્રાન્ડ પણ ચલાવે છે.

સોનાક્ષી સિન્હાની સગાઈ અંગેની સાચી હકીકત આવી સામે...જાણો


- સોનાક્ષી પોતાની નવી આર્ટિફિશિયલ નેઈલ બ્રાન્ડ લાવી રહી છે આ બ્રાન્ડનું નામ SOEZI છે

મુંબઈ, તા. 11 મે 2022, બુધવાર

સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી ત્યારબાદ એક્ટ્રેસની સગાઈના સમાચાર ચારે તરફ ઉડવા લાગ્યા હતા. સોનાક્ષીએ જે રીતે આ તસવીરો શેર કરી છે અને કેપ્શન આપ્યું છે તેના કારણે આ સમાચાર ફેલાયા હતા. સોનાક્ષીએ પોતાની તાજેતરની એક તસવીર અને વીડિયો પણ શેર કર્યો છે. જે સ્પષ્ટ કરે છે કે સોનાક્ષી શું કરવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, તેના હાથમાં વીંટી ફ્લોન્ટ કરતી સોનાક્ષી એક મિસ્ટ્રીમેનનો હાથ પકડેલી જોવા મળી હતી. આ સાથે જ સોનાક્ષીએ તેની તસવીરોને કેપ્શન આપ્યું હતું કે, 'હું જે દિવસની રાહ જોઈ રહી હતી તે આવી ગયો છે. હવે ચાહકોમાં આ તસવીર જોઈને તેમની સગાઈની અફવા ઉડી ગઈ છે.

હકીકતમાં સોનાક્ષી પોતાની નવી આર્ટિફિશિયલ નેઈલ બ્રાન્ડ લાવી રહી છે. જૂની તસવીરોમાં પણ અભિનેત્રી પોતાના સુંદર નખ બતાવતી જોવા મળી હતી. સોનાક્ષીની આ બ્રાન્ડનું નામ SOEZI છે. સોનાક્ષી આ બ્યુટી કેર બ્રાન્ડ સાથે બીજું શું લાવવા જઈ રહી છે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ આ પગલાથી સોનાક્ષી બોલીવુડની એવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ગઈ છે જેઓ ફિલ્મો સિવાય બિઝનેસ ચલાવે છે.

આવી અભિનેત્રીઓમાં અનુષ્કા શર્મા, કેટરિના કૈફથી લઈને આલિયા ભટ્ટ સુધી અનેક અભિનેત્રીઓના નામ સામેલ છે.  અનુષ્કા 'નુશ' નામની ક્લોથિંગ બ્રાન્ડ ચલાવે છે જ્યારે સોનલ કપૂર અને રિયા કપૂરની 'રીઝન' નામની કપડાંની બ્રાન્ડ છે.  કેટરિના કૈફ 'કે બ્યુટી' નામની કોસ્મેટિક બ્રાન્ડની માલિક છે જ્યારે આલિયા ભટ્ટ પ્રોડક્શન હાઉસ સિવાય કપડાંની બ્રાન્ડ પણ ચલાવે છે.