સૈફ અલી ખાને બાંદરા ખાતેનો ફ્લેટ રૂા. સાડા ત્રણલાખ પેઠે ભાડે આપ્યો

- 1500 સ્કે.ફૂટ ધરવાતા આ ફ્લેટને બે પાર્કિંગની સગવડ મુંબઇ : હાલ બોલીવૂડના ટોચના સિતારાઓ વૈભવી ઘર ખરીદી રહ્યા છે. તેવામાં અભિષેક બચ્ચને પોતાનું ઘર વેંચી નાખ્યાના અહેવાલ હતા, અને હવે સૈફ અલી ખાને પોતાનું વૈભવી ફ્લેટ ભાડે આપ્યાના સમાચાર છે. રિપોર્ટના અનુસાર, સૈફ અલી ખાને એક ખાનગી કંપનીને પોતાનો બાંદરાનો વૈભવી ફ્લેટ ભાડા પર આપ્યો છે. આ ફ્લેટ ૧૫૦૦ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. તેમજ ફ્લેટ સાથે બે પાર્કિંગની સગવડ પણ છે. આ ફ્લેટ સૈફઅલી ખાને મહિને સાડા  ત્રણ લાખ રૂપિયા પેટે ભાડે આપ્યો છે. જ્યારે આ ફ્લેટ માટે તેણે રૂપિયા ૧૫ લાખ ડિપોઝિટ તરીકે લીધા છે.  આ ફ્લેટને ભાડે આપ્યાનું રજિસ્ટ્રેશન પણ થઇ ગયું છે. સૈફ અલી ખાનનો આ ફ્લેટ બાંદરાના ફોર્ચ્યુન હાઇટ્સમાં આવેલો છે. જે તેના નવા ઘરની સામે જ છે. આ ફ્લેટને ભાડે આપ્યાનું એગ્રિમેન્ટ ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ના થયું છે.આ પ્રોપર્ટી ત્રણ વરસ માટે એટલે કે ૨૦ ઓગસ્ટ ૨૦૨૧થી લઇ ૧૯ ઓગસ્ટ ૨૦૨૪ સુધીના ભાડે આપવાના કરાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા વરસે સાડા ત્રણ લાખ, બીજા વરસે ૩.૬૭ લાખ અને ત્રીજા વરસે ૩.૮૭ લાખ ભાડા પેટે લેવામાં આવશે. આ એપાર્ટમેન્ટની વેલ્યુ અંદાજે હાલ રૂપિયા ૧૨ કરોડથી ૧૪ કરોડ રૂપિયા સુધીની છે. સૈફે સ્ટેમ્પ ડયુટી કતરીકે રૂપિયા ૩૪,૫૦૦ રૂપિયા અને એક હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે ચુકવ્યા છે. 

સૈફ અલી ખાને બાંદરા ખાતેનો ફ્લેટ રૂા. સાડા ત્રણલાખ પેઠે ભાડે આપ્યો


- 1500 સ્કે.ફૂટ ધરવાતા આ ફ્લેટને બે પાર્કિંગની સગવડ 

મુંબઇ : હાલ બોલીવૂડના ટોચના સિતારાઓ વૈભવી ઘર ખરીદી રહ્યા છે. તેવામાં અભિષેક બચ્ચને પોતાનું ઘર વેંચી નાખ્યાના અહેવાલ હતા, અને હવે સૈફ અલી ખાને પોતાનું વૈભવી ફ્લેટ ભાડે આપ્યાના સમાચાર છે. 

રિપોર્ટના અનુસાર, સૈફ અલી ખાને એક ખાનગી કંપનીને પોતાનો બાંદરાનો વૈભવી ફ્લેટ ભાડા પર આપ્યો છે. આ ફ્લેટ ૧૫૦૦ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. તેમજ ફ્લેટ સાથે બે પાર્કિંગની સગવડ પણ છે. આ ફ્લેટ સૈફઅલી ખાને મહિને સાડા  ત્રણ લાખ રૂપિયા પેટે ભાડે આપ્યો છે. જ્યારે આ ફ્લેટ માટે તેણે રૂપિયા ૧૫ લાખ ડિપોઝિટ તરીકે લીધા છે.  આ ફ્લેટને ભાડે આપ્યાનું રજિસ્ટ્રેશન પણ થઇ ગયું છે. 

સૈફ અલી ખાનનો આ ફ્લેટ બાંદરાના ફોર્ચ્યુન હાઇટ્સમાં આવેલો છે. જે તેના નવા ઘરની સામે જ છે. આ ફ્લેટને ભાડે આપ્યાનું એગ્રિમેન્ટ ૧૩ ઓગસ્ટ ૨૦૨૧ના થયું છે.આ પ્રોપર્ટી ત્રણ વરસ માટે એટલે કે ૨૦ ઓગસ્ટ ૨૦૨૧થી લઇ ૧૯ ઓગસ્ટ ૨૦૨૪ સુધીના ભાડે આપવાના કરાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા વરસે સાડા ત્રણ લાખ, બીજા વરસે ૩.૬૭ લાખ અને ત્રીજા વરસે ૩.૮૭ લાખ ભાડા પેટે લેવામાં આવશે. 

આ એપાર્ટમેન્ટની વેલ્યુ અંદાજે હાલ રૂપિયા ૧૨ કરોડથી ૧૪ કરોડ રૂપિયા સુધીની છે. સૈફે સ્ટેમ્પ ડયુટી કતરીકે રૂપિયા ૩૪,૫૦૦ રૂપિયા અને એક હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે ચુકવ્યા છે.