સલમાન ખાને સ્ટેજ પર કેમ ઉતાર્યા પોતાના જૂતા? લોકો કરી રહ્યા છે વખાણ

મુંબઈ, તા. 11 મે 2022 બુધવારસલમાન ખાન બોલીવુડના ભાઈજાન છે. સોશ્યલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ ઘણી તગડી છે. તસવીર હોય કે વીડિયો મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન મંચ પર જૂતા ઉતારતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈ પહેલા તો લોકો સમજી શક્યા નહીં, પરંતુ જ્યારે ઘટના વિશે જાણ્યુ તો સોશ્યલ મીડિયા પર ભાઈજાનના વખાણ કરવામાં આવ્યા. બાળા સાહેબ ઠાકરે માટે ઉતાર્યા જૂતાબાળા સાહેબ ઠાકરે કોણ હતા, તે મહારાષ્ટ્રના બાળકો પણ જાણે છે. શિવસેનાને નામ આપીને રાજકારણમાં પોતાનો સિક્કો ચલાવનાર બાળા સાહેબ ઠાકરેનુ સન્માન આજે પણ ખૂબ કરવામાં આવે છે. દુનિયામાં ભલે તે આજે નથી પરંતુ તેમના ચાહકો તેમની તસવીરનુ સન્માન પૂરા ભાવથી કરે છે. સલમાન ખાન પણ બાળા સાહેબ ઠાકરેનુ ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ આનુ એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યુ, જ્યારે સલમાન ખાન બાળા સાહેબની તસવીરને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેમના સન્માનમાં જૂતા ઉતારી દીધા. આ હતી ઘટનામરાઠી ફિલ્મ ધર્મવીરના ટ્રેલર લોન્ચિંગનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ધર્મવીરના ટ્રેલર લોન્ચની ઈવેન્ટ મુંબઈની તાજ હોટલમાં રાખવામાં આવી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરેની સાથે બોલીવુડના કેટલાક દિગ્ગજ પહોંચ્યા હતા. સ્ટેજ પર બાળા સાહેબ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ, બાળા સાહેબના પત્ની મીનાતાઈ ઠાકરે અને દિવંગત આનંદ દિગેની તસવીર લગાવાઈ હતી જેમના જીવન પર આધારિત આ ફિલ્મ બની હતી. સલમાન ખાને આ તમામની તસવીર પર હાર ચઢાવ્યા પહેલા પોતાના જૂતા ઉતાર્યા બાદ શ્રદ્ધાંજલિ આપી.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયોસલમાન ખાનનો આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના કેટલાક ફેન્સ આ વીડિયોને સતત સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે. વીડિયોમાં સલમાનના આ સન્માનને જોઈ ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.સલમાન ખાનનુ વર્કફ્રન્ટ સલમાન ખાન અત્યારે પોતાની આવનારી ફિલ્મમાં વ્યસ્ત છે. તેઓ વર્તમાનમાં 'કભી ઈદ કભી દિવાલી' માં વ્યસ્ત છે અને તેલુગુ ફિલ્મ 'ગોડફાધર'માં તેલુગુ આઈકન ચિરંજીવી, નયનતારા અને સત્યદેવ કંચરણની સાથે જોવા મળશે. આ સિવાય તેઓ કેટરીના કેફની સાથે 'ટાઈગર 3' માં જોવા મળવાના છે, જે 2023માં રિલીઝ થવાની છે.

સલમાન ખાને સ્ટેજ પર કેમ ઉતાર્યા પોતાના જૂતા? લોકો કરી રહ્યા છે વખાણ


મુંબઈ, તા. 11 મે 2022 બુધવાર

સલમાન ખાન બોલીવુડના ભાઈજાન છે. સોશ્યલ મીડિયા પર તેમની ફેન ફોલોઈંગ ઘણી તગડી છે. તસવીર હોય કે વીડિયો મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન મંચ પર જૂતા ઉતારતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈ પહેલા તો લોકો સમજી શક્યા નહીં, પરંતુ જ્યારે ઘટના વિશે જાણ્યુ તો સોશ્યલ મીડિયા પર ભાઈજાનના વખાણ કરવામાં આવ્યા. 

બાળા સાહેબ ઠાકરે માટે ઉતાર્યા જૂતા

બાળા સાહેબ ઠાકરે કોણ હતા, તે મહારાષ્ટ્રના બાળકો પણ જાણે છે. શિવસેનાને નામ આપીને રાજકારણમાં પોતાનો સિક્કો ચલાવનાર બાળા સાહેબ ઠાકરેનુ સન્માન આજે પણ ખૂબ કરવામાં આવે છે. દુનિયામાં ભલે તે આજે નથી પરંતુ તેમના ચાહકો તેમની તસવીરનુ સન્માન પૂરા ભાવથી કરે છે. સલમાન ખાન પણ બાળા સાહેબ ઠાકરેનુ ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ આનુ એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યુ, જ્યારે સલમાન ખાન બાળા સાહેબની તસવીરને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેમના સન્માનમાં જૂતા ઉતારી દીધા. 

આ હતી ઘટના

મરાઠી ફિલ્મ ધર્મવીરના ટ્રેલર લોન્ચિંગનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ ધર્મવીરના ટ્રેલર લોન્ચની ઈવેન્ટ મુંબઈની તાજ હોટલમાં રાખવામાં આવી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરેની સાથે બોલીવુડના કેટલાક દિગ્ગજ પહોંચ્યા હતા. સ્ટેજ પર બાળા સાહેબ સિવાય છત્રપતિ શિવાજી મહારાજ, બાળા સાહેબના પત્ની મીનાતાઈ ઠાકરે અને દિવંગત આનંદ દિગેની તસવીર લગાવાઈ હતી જેમના જીવન પર આધારિત આ ફિલ્મ બની હતી. સલમાન ખાને આ તમામની તસવીર પર હાર ચઢાવ્યા પહેલા પોતાના જૂતા ઉતાર્યા બાદ શ્રદ્ધાંજલિ આપી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

સલમાન ખાનનો આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના કેટલાક ફેન્સ આ વીડિયોને સતત સોશ્યલ મીડિયા પર શેર કરી રહ્યા છે. વીડિયોમાં સલમાનના આ સન્માનને જોઈ ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.

સલમાન ખાનનુ વર્કફ્રન્ટ 

સલમાન ખાન અત્યારે પોતાની આવનારી ફિલ્મમાં વ્યસ્ત છે. તેઓ વર્તમાનમાં 'કભી ઈદ કભી દિવાલી' માં વ્યસ્ત છે અને તેલુગુ ફિલ્મ 'ગોડફાધર'માં તેલુગુ આઈકન ચિરંજીવી, નયનતારા અને સત્યદેવ કંચરણની સાથે જોવા મળશે. આ સિવાય તેઓ કેટરીના કેફની સાથે 'ટાઈગર 3' માં જોવા મળવાના છે, જે 2023માં રિલીઝ થવાની છે.