સ્વરા ભાસ્કર અને તેનો પરિવાર કોરોના પોઝિટિવ

- ઉપરાત સાઉથનો અભિનેતા મહેશબાબુ, સંગીતકાર વિશાલ દદલાની અને કુબ્રા સૈત કોરોનાના સપાટામાંમુંબઇ : કોરોનાના પ્રકોપમાં હવે સ્વરા ભાસ્કર તેનો પરિવાર, સાઉથનો સુપરસ્ટાર મહેશ બાબુ, સંગીતકાર વિશાલ દદલાની અને અભિનેત્રી કુબ્રા સૈત પણ આવી ગયા છે. સ્વરા ભાસ્કરે ટ્વિટર પરથી અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે, તે અને તેનોપરિવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા તેને માથાનો દુખાવો અને તાવ જેવા લક્ષણ જોવા મળ્યા હતા. તેથી તેણે પોતાની તબીબી તપાસ કરાવી હતી જેમાં તે કોરોના પોઝિટિવ આવી હતી. સાથે તેનો પરિવાર પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. સ્વરાએ પોતાના પ્રશંસકોને સુરક્ષિત રહેવાની અને માસ્ક પહેરવાની વિનંતી કરી છે. સ્વરાએ વધુમાં લખ્યું છે કે, હેલો કોવિડ, હમણાં જ મને મારો આકટીપીસીઆર રિપોર્ટ મળ્યો જેમાં હું કોરોના પોઝિટિવ આવી છું. મેં સ્વયંને ક્વોરનટાઇન કરી લીધી છે. મને તાવ, માથાનો દુખાવો અને ચીજોના સ્વાદ ન આવવા જેવા લક્ષણો હતા. મેં વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. સાઉથના સુપરસ્ટાર મહેશબાબુ પણ કોરોનાના સપાટામાં આવ્યા છે. મહેશબાબુએ જણાવ્યું હતું કે, કોરોનાને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કર્યા પછી પણ મારી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. જોકે મારામાં કોરોનાના હળવા લક્ષણો છે.મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને મારી વિનંતી છે  કે પોતાની ટેસ્ટ કરાવી લે. તેમજ જેમણે હજી સુધી વેક્સિન ન લીધી હોય તે વેક્સિન લઇ લે.મહેરબાની કરી તમે કોરોનાને લગતા નિયમોનું પાલન કરશો અને સુરક્ષિત રહેશો. સંગીતકાર વિશાલ દદલાની પણ કોવિડ-૧૯ના સપાટામાં આવ્યો છે. વિશાલ દદલાનીએ ઇનસ્ટાગ્રામ પર કોવિડ-૧૯ની તપાસની કિટ સાથેની તસવીર મુકીને જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસમાં મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તેમણેપોતાની તબીબી તપાસ કરાવી લેવી. જોકે મારામાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ મને નબળાઇ બહુ લાગી રહી છે. મહેરબાની કરી તમે પણ સંભાળશો.ચર્ચિત વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની અભિનેત્રી કુબ્રા સૈત પણ કોરોના વાયરસના સપાટામાં ાવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, મારામાં કોરોનાના મામૂલી લક્ષણો જોવા મળ્યા છે. છેલ્લા આઠ-દસ દિવસોમાં જેઓ પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાની તબીબી તપાસ કરાવી લે. જેથી ગયા વખતની માફક તકલીફોનો સામનો ન કરવો પડે અને સ્વાસ્થ્ય તંત્ર પર બોજ ન આવે. 

સ્વરા ભાસ્કર અને તેનો પરિવાર કોરોના પોઝિટિવ


- ઉપરાત સાઉથનો અભિનેતા મહેશબાબુ, સંગીતકાર વિશાલ દદલાની અને કુબ્રા સૈત કોરોનાના સપાટામાં

મુંબઇ : કોરોનાના પ્રકોપમાં હવે સ્વરા ભાસ્કર તેનો પરિવાર, સાઉથનો સુપરસ્ટાર મહેશ બાબુ, સંગીતકાર વિશાલ દદલાની અને અભિનેત્રી કુબ્રા સૈત પણ આવી ગયા છે. 

સ્વરા ભાસ્કરે ટ્વિટર પરથી અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે, તે અને તેનોપરિવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વરાએ જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા તેને માથાનો દુખાવો અને તાવ જેવા લક્ષણ જોવા મળ્યા હતા. તેથી તેણે પોતાની તબીબી તપાસ કરાવી હતી જેમાં તે કોરોના પોઝિટિવ આવી હતી. સાથે તેનો પરિવાર પણ કોરોનાના સપાટામાં આવ્યો છે. સ્વરાએ પોતાના પ્રશંસકોને સુરક્ષિત રહેવાની અને માસ્ક પહેરવાની વિનંતી કરી છે. 

સ્વરાએ વધુમાં લખ્યું છે કે, હેલો કોવિડ, હમણાં જ મને મારો આકટીપીસીઆર રિપોર્ટ મળ્યો જેમાં હું કોરોના પોઝિટિવ આવી છું. મેં સ્વયંને ક્વોરનટાઇન કરી લીધી છે. મને તાવ, માથાનો દુખાવો અને ચીજોના સ્વાદ ન આવવા જેવા લક્ષણો હતા. મેં વેક્સિનના બન્ને ડોઝ લીધા છે. 

સાઉથના સુપરસ્ટાર મહેશબાબુ પણ કોરોનાના સપાટામાં આવ્યા છે. મહેશબાબુએ જણાવ્યું હતું કે, કોરોનાને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કર્યા પછી પણ મારી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. જોકે મારામાં કોરોનાના હળવા લક્ષણો છે.મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને મારી વિનંતી છે  કે પોતાની ટેસ્ટ કરાવી લે. તેમજ જેમણે હજી સુધી વેક્સિન ન લીધી હોય તે વેક્સિન લઇ લે.મહેરબાની કરી તમે કોરોનાને લગતા નિયમોનું પાલન કરશો અને સુરક્ષિત રહેશો. 

સંગીતકાર વિશાલ દદલાની પણ કોવિડ-૧૯ના સપાટામાં આવ્યો છે. વિશાલ દદલાનીએ ઇનસ્ટાગ્રામ પર કોવિડ-૧૯ની તપાસની કિટ સાથેની તસવીર મુકીને જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસમાં મારા સંપર્કમાં જે પણ આવ્યા હોય તેમણેપોતાની તબીબી તપાસ કરાવી લેવી. જોકે મારામાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ મને નબળાઇ બહુ લાગી રહી છે. મહેરબાની કરી તમે પણ સંભાળશો.

ચર્ચિત વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની અભિનેત્રી કુબ્રા સૈત પણ કોરોના વાયરસના સપાટામાં ાવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, મારામાં કોરોનાના મામૂલી લક્ષણો જોવા મળ્યા છે. છેલ્લા આઠ-દસ દિવસોમાં જેઓ પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાની તબીબી તપાસ કરાવી લે. જેથી ગયા વખતની માફક તકલીફોનો સામનો ન કરવો પડે અને સ્વાસ્થ્ય તંત્ર પર બોજ ન આવે.