સ્વ.સંગીતકાર આદેશ શ્રીવાસ્તવનો પુત્ર અવિતેશ બોલીવૂડમાં ડેબ્યુ કરશે

- અમિતાભ બચ્ચને  ફર્સ્ટ  લુક કરીને જાણકારી આપીમુંબઇ : સ્વ.સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ અને અભિનેત્રી વિજયતા પંડિતનો પુત્ર અવિતેશ આદેશ  બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. અવિતેશની પ્રથમ ફિલ્મ સિર્ફ એક ફ્રાઇડેની ઘોષણા થઇ ગઇ છે. અવિતેશના બોલીવૂડના ડેબ્યુની જાણકારી પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને ફિલ્મના ફર્સ્ટ લુકને શેર કરીને આપી છે. તેમણે લખ્યું છે કે, અવિતેશ, તમારા પિતા આદેશે સુંદર સંગીતની રચનાઓ કરી હતી. મને આશા છે કે તું એના વારસાને વધુ ઊંચાઇ પર લઇ જઇશ. તારા લોન્ચ માટે તને મારી શુભેચ્છા. ફિલ્મ સિર્ફ એક ફ્રાઇડે વા નવયુવાની વાર્તા છે, જે પૈસા, લકઝરિયર્સ કાર,પાર્ટીઓ અને મિત્રો સાથેમોજમજાની જિંદગી જીવતો હોય છે. પરંતુ તેના જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે જેના પછી તે એક સફળ અભિનેતા બનીને પોતાની બીમાર માતાના અધૂરા શમણાં પુરા કરવાનો નિર્ણય લે છે. જે માટે તેને કઠિન અનુભવોમાંથી પસાર થવું પડે છે,જે તેને સાચી ભાવનાઓનો અહેસાસ કરાવે છે. ફિલ્મમાં મહેશ માંજરેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પોતાના બ્રેક બાબતે અવિતેશે જણાવ્યું હતુ ંકે, આ ફિલ્મનો હિસ્સો બનવું એ મારા માટે એક મોટા સમ્માન અને સદભાગ્ય જેવું છે. આ ફિલ્મની વાર્તા મને બહુ પસંદ પડી હતી. વાંચતા જ મેં આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.હવે હું ફિલ્મના શૂટિંગ માટે ઉત્સાહિત છું.ફિલ્મના નિર્માતા દીપક મુકુટે જણાવ્યું હતું કે,આ ફિલ્મ માટે અમને એક અસામાન્ય કલાકાર જોઇતો હતો. આ એક માર્મિક વાર્તા છે. અવિતેશની રો એનર્જીએ અમને પ્રભાવિત કર્યા હતા. અમને અવિતેશ પર વિશ્વાસ છે કે તે પોતાની મહેનત દ્વારા  રૂપેરી પડદે છવાઇ જશે.નિર્માતા માનસી બાગલાએ જણાવ્યું હતુ ંકે, આ ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી છે. અમે આ ફિલ્મ માટે એક નવો ચહેરો ઇચ્છતા હતા. અમને અવિતેશમાં વિશ્વાસ છે કે તે પાત્રની માસૂમિયતને બરાબર રૂપેરી પડદે લાવી શકશે. 

સ્વ.સંગીતકાર આદેશ શ્રીવાસ્તવનો પુત્ર અવિતેશ બોલીવૂડમાં ડેબ્યુ કરશે


- અમિતાભ બચ્ચને  ફર્સ્ટ  લુક કરીને જાણકારી આપી

મુંબઇ : સ્વ.સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ અને અભિનેત્રી વિજયતા પંડિતનો પુત્ર અવિતેશ આદેશ  બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. અવિતેશની પ્રથમ ફિલ્મ સિર્ફ એક ફ્રાઇડેની ઘોષણા થઇ ગઇ છે. 

અવિતેશના બોલીવૂડના ડેબ્યુની જાણકારી પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને ફિલ્મના ફર્સ્ટ લુકને શેર કરીને આપી છે. તેમણે લખ્યું છે કે, અવિતેશ, તમારા પિતા આદેશે સુંદર સંગીતની રચનાઓ કરી હતી. મને આશા છે કે તું એના વારસાને વધુ ઊંચાઇ પર લઇ જઇશ. તારા લોન્ચ માટે તને મારી શુભેચ્છા. 

ફિલ્મ સિર્ફ એક ફ્રાઇડે વા નવયુવાની વાર્તા છે, જે પૈસા, લકઝરિયર્સ કાર,પાર્ટીઓ અને મિત્રો સાથેમોજમજાની જિંદગી જીવતો હોય છે. પરંતુ તેના જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે જેના પછી તે એક સફળ અભિનેતા બનીને પોતાની બીમાર માતાના અધૂરા શમણાં પુરા કરવાનો નિર્ણય લે છે. જે માટે તેને કઠિન અનુભવોમાંથી પસાર થવું પડે છે,જે તેને સાચી ભાવનાઓનો અહેસાસ કરાવે છે. ફિલ્મમાં મહેશ માંજરેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

પોતાના બ્રેક બાબતે અવિતેશે જણાવ્યું હતુ ંકે, આ ફિલ્મનો હિસ્સો બનવું એ મારા માટે એક મોટા સમ્માન અને સદભાગ્ય જેવું છે. આ ફિલ્મની વાર્તા મને બહુ પસંદ પડી હતી. વાંચતા જ મેં આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી.હવે હું ફિલ્મના શૂટિંગ માટે ઉત્સાહિત છું.

ફિલ્મના નિર્માતા દીપક મુકુટે જણાવ્યું હતું કે,આ ફિલ્મ માટે અમને એક અસામાન્ય કલાકાર જોઇતો હતો. આ એક માર્મિક વાર્તા છે. અવિતેશની રો એનર્જીએ અમને પ્રભાવિત કર્યા હતા. અમને અવિતેશ પર વિશ્વાસ છે કે તે પોતાની મહેનત દ્વારા  રૂપેરી પડદે છવાઇ જશે.

નિર્માતા માનસી બાગલાએ જણાવ્યું હતુ ંકે, આ ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી છે. અમે આ ફિલ્મ માટે એક નવો ચહેરો ઇચ્છતા હતા. અમને અવિતેશમાં વિશ્વાસ છે કે તે પાત્રની માસૂમિયતને બરાબર રૂપેરી પડદે લાવી શકશે.