હોલીવૂડ સિંગર જસ્ટિન બીબરને ચહેરાનો લકવો થયો

- પરિણામે તેણે ટોરન્ટો અને વોશિંગટન ડીસીમાં થનારા પોતાના લાઇવ શો રદ કર્યામુંબઇ : હોલીવૂડ પોપ સિંગર જસ્ટિન બીબરને ફેશિયલ પેરાલિસિસ થયો છે. આ વાતની જાણકારી તેણે સોશ્યલ મીડિયા પર વીડિયો દ્વારા શેર કરી છે. જસ્ટિને જણાવ્યું હતું કે, તેને વાયરલના કારણે રામસે હંટ સિન્ડ્રોમ નામની બીમારી થઇ છે જેના કારણે તેનો અડધો ચહેરો પેરેલાઇસ થઇ ગયો છે.વીડિયોમાં જસ્ટિને પોતાનો ચહેરો દેખાડતાં જણાવ્યું છે કે, ચહેરાના એક ભાગની હલનચલન લગભગ બંધ થઇ ગઇ છે. મારી એક આંખ પર ઝપકી મારી શકતી નથી. તેમજ ચહેરાના એ હિસ્સાથી સ્માઇલ પણ કરી શકતો નથી. ચહેરાના એ હિસ્સાનું નાકનું ફોયણું પણ કામ નથી કરી રહ્યું. તેના અડધો અડધ ચહેરાને લકવો મારી ગયો છે. જસ્ટિને આ કારણે પોતાનો ટોરન્ટો અને વોશિંગટનનો શો રદ કર્યો છે. તેને સંપૂર્ણ આરામની સલાહ આપવામાં આવી છે. તેમજ થેરપી લેવાનું પણ કહેવામાં આવ્યું છે. સાથેસાથે તે ફેશિયલ વ્યાયામ પણ કરી રહ્યો છે. તેને આશા છે કે, તે ફરી બેવડા જોર સાથે પોતાના લાઇવ શો કરી શકશે. તેણે કહ્યું હતું કે, હું મારો આ સમય મારી સારવાર અને સંપૂર્ણ આરામ કરવાનો છે. આ પછી પૂરતી એનર્જી સાથે હું ફરી પાછો આવીશ. તમે મારા માટે ભગવાન પાસે હું જલદી સારો થઇને પાછો લાઇવ સ્ટેજ કરતો જાઉં એ માટે  પ્રાર્થના કરશો. જસ્ટિન બીબરની નેટવર્થ કરોડોમાં નહીં પરંતુ અબજોમાં છે. તેની કુલ સંપત્તિ ૨૨ અબજ, ૨૮ કરોડ, ૦૬ લાખ, ૭૩ હજાર રૂપિયા છે. તે દર મહિને ૨ મિલિયન ડોલર એટલે કે ૧૫ કરોડ, ૬૨ લાખ, ૮૭ હજાર રૂપિયાની કમાણી કરી લે છે. તેની વરસભરની ઇનકમ ૨૩ મિલિયન ડોલર એટલે કે એક ્રબ, ૭૯ કરોડ, ૭૩ હજાર અને ૫૦૦ રૂપિયા છે. 

હોલીવૂડ સિંગર જસ્ટિન બીબરને ચહેરાનો લકવો થયો


- પરિણામે તેણે ટોરન્ટો અને વોશિંગટન ડીસીમાં થનારા પોતાના લાઇવ શો રદ કર્યા

મુંબઇ : હોલીવૂડ પોપ સિંગર જસ્ટિન બીબરને ફેશિયલ પેરાલિસિસ થયો છે. આ વાતની જાણકારી તેણે સોશ્યલ મીડિયા પર વીડિયો દ્વારા શેર કરી છે. જસ્ટિને જણાવ્યું હતું કે, તેને વાયરલના કારણે રામસે હંટ સિન્ડ્રોમ નામની બીમારી થઇ છે જેના કારણે તેનો અડધો ચહેરો પેરેલાઇસ થઇ ગયો છે.

વીડિયોમાં જસ્ટિને પોતાનો ચહેરો દેખાડતાં જણાવ્યું છે કે, ચહેરાના એક ભાગની હલનચલન લગભગ બંધ થઇ ગઇ છે. મારી એક આંખ પર ઝપકી મારી શકતી નથી. તેમજ ચહેરાના એ હિસ્સાથી સ્માઇલ પણ કરી શકતો નથી. ચહેરાના એ હિસ્સાનું નાકનું ફોયણું પણ કામ નથી કરી રહ્યું. તેના અડધો અડધ ચહેરાને લકવો મારી ગયો છે. 

જસ્ટિને આ કારણે પોતાનો ટોરન્ટો અને વોશિંગટનનો શો રદ કર્યો છે. તેને સંપૂર્ણ આરામની સલાહ આપવામાં આવી છે. તેમજ થેરપી લેવાનું પણ કહેવામાં આવ્યું છે. સાથેસાથે તે ફેશિયલ વ્યાયામ પણ કરી રહ્યો છે. તેને આશા છે કે, તે ફરી બેવડા જોર સાથે પોતાના લાઇવ શો કરી શકશે. તેણે કહ્યું હતું કે, હું મારો આ સમય મારી સારવાર અને સંપૂર્ણ આરામ કરવાનો છે. આ પછી પૂરતી એનર્જી સાથે હું ફરી પાછો આવીશ. તમે મારા માટે ભગવાન પાસે હું જલદી સારો થઇને પાછો લાઇવ સ્ટેજ કરતો જાઉં એ માટે  પ્રાર્થના કરશો. 

જસ્ટિન બીબરની નેટવર્થ કરોડોમાં નહીં પરંતુ અબજોમાં છે. તેની કુલ સંપત્તિ ૨૨ અબજ, ૨૮ કરોડ, ૦૬ લાખ, ૭૩ હજાર રૂપિયા છે. તે દર મહિને ૨ મિલિયન ડોલર એટલે કે ૧૫ કરોડ, ૬૨ લાખ, ૮૭ હજાર રૂપિયાની કમાણી કરી લે છે. તેની વરસભરની ઇનકમ ૨૩ મિલિયન ડોલર એટલે કે એક ્રબ, ૭૯ કરોડ, ૭૩ હજાર અને ૫૦૦ રૂપિયા છે.