હું સુગર નથી લેતી એવું કહીને આલિયા ભટ્ટ ફસાઈ ગઇ

- બોલોવુડન સ્ટાર્સના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા - લોકોએ આલિયાની ઠંડાપીણાં, ચોકલેટ, ફ્રૂટ સિરપ સહિતની અનેકે સુગર પ્રોડક્ટસની એડ પોસ્ટ કરીમુંબઈ : બોલિવુડ સ્ટાર્સ પોતે જે વસ્તુની જાહેરખબર કરે છે તેનો ક્યારેય યૂઝ કરતા હોતા નથી અને માત્ર પૈસા લઈને પ્રચાર કરવા ખાતર જ જે તે બ્રાંન્ડ એન્ડોર્સ કરતા હોય છે એ તો સૌ જાણે છે પરંતુ આરોગ્ય વિષયક સલાહો આપે અને પછી પોતે બિનઆરોગ્યપ્રદ ચીજોને પ્રચાર કરે ત્યારે ભારે ટ્રોલ થાય છે. તાજેતરમાં આલિયા ભટ્ટ પણ પોતે સુગર નહીં લેતી હોવાનો દાવો કરીને ભેરવાઈ ગઈ છે. એક ટીવી કોમેડી શો માં આલિયા ભટ્ટને ચા નો કપ ધરવામાં આવે છે અને  કહેવામાં આવે છે કે તેમાં સુગર છે. ત્યારે આલિયા આ કપ સ્વીકારવાનો એમ કહીને ઈનકાર કરી દે છે કે પોતે બિલકૂલ સુગર લેતી નથી. આ સીન સંદર્ભમાં લોકોએ આલિયાના દંભને ભારે વખોડયો છે. કેટલાય લોકોએ સોશિયલ મીડિયા પર એવી એકથી વધુ એડની ક્લિપ મુકી દીધી હતી જેમાં આલિયાએ ઠંડાપીણાં, ચોકલેટ, ફ્રૂટ સિરપ સહિતની સુગરનું બિનઆરોગ્યપ્રદ પ્રમાણ ધરાવતી ચીજોનું એન્ડોર્સમેન્ટ કર્યું છે.  લોકે આલિયાને ટ્રોલ કરતાં કહી રહ્યા છે કે બોલિવુડ સ્ટાર્સ જે ચીજોની જાહેરખબર કરે છે તેના પર રાય ભરોસો કરશો નહીં. 

હું  સુગર નથી લેતી એવું કહીને આલિયા ભટ્ટ ફસાઈ ગઇ


- બોલોવુડન સ્ટાર્સના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા 

- લોકોએ આલિયાની ઠંડાપીણાં, ચોકલેટ, ફ્રૂટ સિરપ સહિતની અનેકે સુગર પ્રોડક્ટસની એડ પોસ્ટ કરી

મુંબઈ : બોલિવુડ સ્ટાર્સ પોતે જે વસ્તુની જાહેરખબર કરે છે તેનો ક્યારેય યૂઝ કરતા હોતા નથી અને માત્ર પૈસા લઈને પ્રચાર કરવા ખાતર જ જે તે બ્રાંન્ડ એન્ડોર્સ કરતા હોય છે એ તો સૌ જાણે છે પરંતુ આરોગ્ય વિષયક સલાહો આપે અને પછી પોતે બિનઆરોગ્યપ્રદ ચીજોને પ્રચાર કરે ત્યારે ભારે ટ્રોલ થાય છે. તાજેતરમાં આલિયા ભટ્ટ પણ પોતે સુગર નહીં લેતી હોવાનો દાવો કરીને ભેરવાઈ ગઈ છે. 

એક ટીવી કોમેડી શો માં આલિયા ભટ્ટને ચા નો કપ ધરવામાં આવે છે અને  કહેવામાં આવે છે કે તેમાં સુગર છે. ત્યારે આલિયા આ કપ સ્વીકારવાનો એમ કહીને ઈનકાર કરી દે છે કે પોતે બિલકૂલ સુગર લેતી નથી. 

આ સીન સંદર્ભમાં લોકોએ આલિયાના દંભને ભારે વખોડયો છે. કેટલાય લોકોએ સોશિયલ મીડિયા પર એવી એકથી વધુ એડની ક્લિપ મુકી દીધી હતી જેમાં આલિયાએ ઠંડાપીણાં, ચોકલેટ, ફ્રૂટ સિરપ સહિતની સુગરનું બિનઆરોગ્યપ્રદ પ્રમાણ ધરાવતી ચીજોનું એન્ડોર્સમેન્ટ કર્યું છે.  લોકે આલિયાને ટ્રોલ કરતાં કહી રહ્યા છે કે બોલિવુડ સ્ટાર્સ જે ચીજોની જાહેરખબર કરે છે તેના પર રાય ભરોસો કરશો નહીં.