84 વર્ષની વયે હેલન ઓટીટી વેબ સિરીઝથી કમબેક કરશે
- કરિશ્મા કપૂરની સાથે ઓટીટી સ્ક્રિન શેર કરશે - હવે સેટ પર આવેલાં પરિવર્તનોને જોઈને સ્હેજ ગભરાટ થયો પરંતુ પછી શૂટિંગ એન્જોય કર્યું મુંબઈ : બોલિવુડમાં આઈટમ સોંગની બોલબાલા આજની નથી. દાયકાઓ અગાઉ હેલને તે વખતે ક્લબ સોંગ તરીકે ઓળખાતાં આઈટમ સોંગ્સથી પોતાની અલગ ઓળખ બનાવી હતી. સલમાન ખાનની સાવકી માતા હેલન હવે ૮૪ વર્ષની વયે ઓટીટી વેબ સિરીઠમાં દેખા દેશે. પ્રાપ્ત માહિતી મુજબ એક ક્રાઈમ થ્રીલર વેબ સિરીઝ બ્રાઉનમાં હેલન અને કરિશ્મા કપૂર સાથે સ્ક્રિન શેર કરવાનાં છે. હેલનને આ રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે ટીમ તેમની ભૂમિકા અંગે એકદમ ક્લિયર હોવાનું તેમને જણાવ્યું હતું. આથી તેમણે તરત જ આ રોલ સ્વીકારી લીધો હતો. આ વેબ સિરીઝ મહિલાઓ આધારિત છે. રસપ્રદ રીતે હેલનની છેલ્લી ફિલ્મ મધુર ભંડારકરની હિરોઈન હતી જેમાં તેમણે કરીના કપૂર સાથે સ્ક્રિન શેર કરી હતી. હેલને જણાવ્યા અનુસાર પોતે છેલ્લે જ્યારે ફિલ્મ શૂટિંગ કર્યું હતું તે પછી અત્યારે આવેલાં પરિવર્તનો અને ખાસ તો ટેકનિકલ બાબતોમાં ફેરફાર જોઇ પોતાને સ્હેજ ગભરાટ થયો હતો. પરંતુ, તેમણે બાદમાં શૂટિંગ બહુ એન્જોય કર્યું હતું. સમગ્ર ટીમે તેમને બહુ જ સહકાર આપ્યો હતો. હેલને ૧૯ વર્ષની વયથી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. આશરે ૭૦૦ જેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તે પછી કારકિર્દીના ઉતરાર્ધમાં તેમણે કેટલીક ફિલ્મોમાં છૂટક છૂટક કામ કર્યું છે.

- કરિશ્મા કપૂરની સાથે ઓટીટી સ્ક્રિન શેર કરશે
- હવે સેટ પર આવેલાં પરિવર્તનોને જોઈને સ્હેજ ગભરાટ થયો પરંતુ પછી શૂટિંગ એન્જોય કર્યું
મુંબઈ : બોલિવુડમાં આઈટમ સોંગની બોલબાલા આજની નથી. દાયકાઓ અગાઉ હેલને તે વખતે ક્લબ સોંગ તરીકે ઓળખાતાં આઈટમ સોંગ્સથી પોતાની અલગ ઓળખ બનાવી હતી. સલમાન ખાનની સાવકી માતા હેલન હવે ૮૪ વર્ષની વયે ઓટીટી વેબ સિરીઠમાં દેખા દેશે. પ્રાપ્ત માહિતી મુજબ એક ક્રાઈમ થ્રીલર વેબ સિરીઝ બ્રાઉનમાં હેલન અને કરિશ્મા કપૂર સાથે સ્ક્રિન શેર કરવાનાં છે. હેલનને આ રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે ટીમ તેમની ભૂમિકા અંગે એકદમ ક્લિયર હોવાનું તેમને જણાવ્યું હતું. આથી તેમણે તરત જ આ રોલ સ્વીકારી લીધો હતો. આ વેબ સિરીઝ મહિલાઓ આધારિત છે. રસપ્રદ રીતે હેલનની છેલ્લી ફિલ્મ મધુર ભંડારકરની હિરોઈન હતી જેમાં તેમણે કરીના કપૂર સાથે સ્ક્રિન શેર કરી હતી.
હેલને જણાવ્યા અનુસાર પોતે છેલ્લે જ્યારે ફિલ્મ શૂટિંગ કર્યું હતું તે પછી અત્યારે આવેલાં પરિવર્તનો અને ખાસ તો ટેકનિકલ બાબતોમાં ફેરફાર જોઇ પોતાને સ્હેજ ગભરાટ થયો હતો. પરંતુ, તેમણે બાદમાં શૂટિંગ બહુ એન્જોય કર્યું હતું. સમગ્ર ટીમે તેમને બહુ જ સહકાર આપ્યો હતો.
હેલને ૧૯ વર્ષની વયથી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. આશરે ૭૦૦ જેટલી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તે પછી કારકિર્દીના ઉતરાર્ધમાં તેમણે કેટલીક ફિલ્મોમાં છૂટક છૂટક કામ કર્યું છે.