NEET-PG કાઉન્સિલિંગને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, EWS ક્વોટા આ વર્ષે ચાલુ રહેશે

નવી દિલ્હી, તા. 07 જાન્યુઆરી 2022 શુક્રવારસુપ્રીમ કોર્ટે નીટ-પીજી કાઉન્સિલિંગ 2021ને લીલી ઝંડી આપી દીધી છે. ઓબીસી માટે 27 ટકા અનામતને પણ સુપ્રીમ કોર્ટ તરફથી સ્વીકૃતિ આપવામાં આવી છે. EWS માટે 10 ટકા અનામત આ વર્ષે પ્રભાવી રહેશે. જોકે, ભવિષ્યમાં આ કોટાને જારી રાખવામાં આવશે કે નહીં, આનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. આ મામલે આગામી સુનાવણી માર્ચના બીજા અઠવાડિયામાં કરવામાં આવશે.જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. બેન્ચે બે દિવસની સુનાવણી બાદ ગુરૂવારે મામલામાં નિર્ણય સુરક્ષિત રાખતા ટિપ્પણી કરી હતી તેનો આદેશ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખશે અને તેના ધ્યાનમાં રાખતા નીટ કાઉન્સિલિંગ જલ્દી જ શરૂ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો હોવાના કારણે NEET PG અભ્યાસક્રમો માટે કાઉન્સિંલિંગ રોકી દીધી છે.આ વર્ષે લાગુ રહેશે વર્તમાન ધોરણોજસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે નીટ પીજી 2021 માટે વિસ્તૃત ઈડબ્લ્યૂએસ માનદંડ પર એક વિસ્તૃત વચગાળાના આદેશની આવશ્યકતા છે. આને પ્રસ્તુત કરવા અને આદેશને તૈયાર કરવામાં થોડો સમય લાગશે. ત્યાં સુધી નીટ પીજી ઈડબ્લ્યૂએસ અને ઓબીસી કોટા માટે વર્તમાન ધોરણો માન્ય માનવામાં આવશે.પાંડે સમિતિની રિપોર્ટ સ્વીકારીબેન્ચે કહ્યુ કે અમે પાંડે સમિતિનો રિપોર્ટ સ્વીકાર કરીએ છીએ. કાર્યાલયમાં આપવામાં આવેલી નીટ 2021ની જાહેરાત સૂચનાના અનુરૂપ નીટ પીજી અને યુજીની કાઉન્સિલિંગ આયોજિત કરવામાં આવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે નીટ પીજી અને યુજી માટે ઈડબ્લ્યુએસની ઓળખ માટે બતાવવામાં આવેલા માનદંડનો ઉપયોગ કરવામાં આવશે. પાંડેય સમિતિની રિપોર્ટ આ વિષયની અંતિમ માન્યતાના અધિન હશે.

NEET-PG કાઉન્સિલિંગને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી, EWS ક્વોટા આ વર્ષે ચાલુ રહેશે


નવી દિલ્હી, તા. 07 જાન્યુઆરી 2022 શુક્રવાર

સુપ્રીમ કોર્ટે નીટ-પીજી કાઉન્સિલિંગ 2021ને લીલી ઝંડી આપી દીધી છે. ઓબીસી માટે 27 ટકા અનામતને પણ સુપ્રીમ કોર્ટ તરફથી સ્વીકૃતિ આપવામાં આવી છે. EWS માટે 10 ટકા અનામત આ વર્ષે પ્રભાવી રહેશે. જોકે, ભવિષ્યમાં આ કોટાને જારી રાખવામાં આવશે કે નહીં, આનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. આ મામલે આગામી સુનાવણી માર્ચના બીજા અઠવાડિયામાં કરવામાં આવશે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. બેન્ચે બે દિવસની સુનાવણી બાદ ગુરૂવારે મામલામાં નિર્ણય સુરક્ષિત રાખતા ટિપ્પણી કરી હતી તેનો આદેશ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખશે અને તેના ધ્યાનમાં રાખતા નીટ કાઉન્સિલિંગ જલ્દી જ શરૂ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો હોવાના કારણે NEET PG અભ્યાસક્રમો માટે કાઉન્સિંલિંગ રોકી દીધી છે.

આ વર્ષે લાગુ રહેશે વર્તમાન ધોરણો

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે નીટ પીજી 2021 માટે વિસ્તૃત ઈડબ્લ્યૂએસ માનદંડ પર એક વિસ્તૃત વચગાળાના આદેશની આવશ્યકતા છે. આને પ્રસ્તુત કરવા અને આદેશને તૈયાર કરવામાં થોડો સમય લાગશે. ત્યાં સુધી નીટ પીજી ઈડબ્લ્યૂએસ અને ઓબીસી કોટા માટે વર્તમાન ધોરણો માન્ય માનવામાં આવશે.

પાંડે સમિતિની રિપોર્ટ સ્વીકારી

બેન્ચે કહ્યુ કે અમે પાંડે સમિતિનો રિપોર્ટ સ્વીકાર કરીએ છીએ. કાર્યાલયમાં આપવામાં આવેલી નીટ 2021ની જાહેરાત સૂચનાના અનુરૂપ નીટ પીજી અને યુજીની કાઉન્સિલિંગ આયોજિત કરવામાં આવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે નીટ પીજી અને યુજી માટે ઈડબ્લ્યુએસની ઓળખ માટે બતાવવામાં આવેલા માનદંડનો ઉપયોગ કરવામાં આવશે. પાંડેય સમિતિની રિપોર્ટ આ વિષયની અંતિમ માન્યતાના અધિન હશે.